રોડ પર વાહન ચલાવવા માટે વ્હિકલના તમામ દસ્તાવેજો સાથે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ખૂબ જ જરૂરી હોય છે. ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવા બદલ તમારે ભારે દંડ ભરવો પડી શકે છે.
આ સ્થિતિમાં હંમેશા તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી સાથે રાખો. પરંતુ ક્યારેક તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવા છતાં પોલીસ તમને ચલણ આપે છે. તેનું કારણ તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા હોય છે.
સમય સમય પર તમારા ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ કરાવવું જરૂરી હોય છે.
તમારા ડ્રાઇવિંગ લાઇસન્સનું ઓનલાઈન રિન્યૂ કરવું ખૂબ જ ઈઝી છે, પરંતુ મોટાભાગના લોકો આ સરળ પ્રોસેસથી વાકેફ નથી, જેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ સ્થિતિમાં આજે અમે તમને એવી રીત વિશે જણાવશું જેના દ્વારા તમે સરળતાથી તમારા ડ્રાઇવિંગ લાઇસન્સનું ઓનલાઈન રિન્યૂ કરાવી શકશો.
પ્રોસેસ
- સૌ પહેલા Parivahan Sewaની લિંક https://parivahan.gov.in પર જાઓ.
- વેબસાઇટ પર ગયા બાદ Online Servicesમાંથી Driving License Related Services પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે. કારણ કે, ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂઅલ રાજ્ય સરકાર હેઠળ આવે છે.
- રાજ્ય પસંદ કર્યા બાદ Renewal of Driving License ઓપ્શન પર ક્લિક કરો.
- પછી તમારી વ્યક્તિગત માહિતી, ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને સંબંધિત દસ્તાવેજો આપવાના રહેશે.
- ફોર્મ ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે તમારો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાની રહેશે. જો તમારી ઉંમર 50 વર્ષ કે તેથી વધુ હોય તો તમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ અપલોડ કરવું પડશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તમારા ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ કરવા માટે તમારે સરકાર દ્વારા ઈસ્યૂ કરવામાં આવેલ ફી પણ ચૂકવવી પડશે. ચુકવણી કર્યા બાાદ તમને અરજીની રસીદ મળશે, જે તમે ડાઉનલોડ પણ કરી શકો છો.