માત્ર સોનું જ નહીં! પરંતુ આ વસ્તુઓ પણ દુબઈમાં ભારત કરતા ખૂબ જ સસ્તા ભાવે મળે છે…

WhatsApp Group Join Now

દુબઈ માત્ર એક મોંઘું શહેર નથી પરંતુ સ્માર્ટ શોપિંગ માટે એક બેસ્ટ જગ્યા પણ છે. ગોલ્ડ, ઇલેક્ટ્રોનિક્સ, કાર્સ, આઈફોન અને ફર્નિચર જેવી ઘણી ચીજો ભારત કરતાં સસ્તી મળે છે. તો ચાલો આ ચીજો વિષે જાણીએ.

ગોલ્ડ

દુબઈના ગોલ્ડ માર્કેટની દુનિયામાં ઓળખાય છે. અહીં સોનું ભારત કરતાં સસ્તું મળે છે કેમ કે અહીં ઇમ્પોર્ટ ડ્યૂટી અને અન્ય ટેક્સ ઓછા છે. ઉદાહરણ માટે ભારતમાં 24 કેરેટ ગોલ્ડની કિંમત 88,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે દુબઈમાં આનાથી ઓછી કિંમતે મળે છે.

ઈલેક્ટ્રોનિક્સ

જો તમે ટીવી, ફ્રિજ કે વોશિંગ મશીન ખરીદવાનુ વિચારી રહ્યા છો તો દુબઈ તમારા માટે એક બેસ્ટ વિકલ્પ બની શકે છે. ઓછા VAT અને ઇમ્પોર્ટ ટેક્સના કારણે, અહીં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ભારત કરતાં સસ્તી મળે છે. દાખલા તરીકે, ભારતમાં 42-ઇંચનું સેમસંગ ટીવી 26,990 રૂપિયામાં ઉપલબ્ધ છે જ્યારે દુબઈમાં તે જ ટીવી લગભગ 905 AED (20,000 રૂપિયા) માં ઉપલબ્ધ છે.

iPhone

દુબઈમાં, ખાસ કરીને ભારતીય પ્રવાસીઓમાં, એપલ આઈફોનની ભારે માંગ છે. ભારતની સરખામણીમાં અહીં iPhone ની કિંમત ઘણી ઓછી છે. દાખલા તરીકે, ભારતમાં iPhone 16 Pro ની કિંમત લગભગ 1,28,000 રૂપિયા છે ત્યારે દુબઈમાં તે જ ફોન લગભગ 4,200 AED (95,000રૂપિયા) માં ઉપલબ્ધ છે. એટલે કે તમે ફક્ત એક ફોન પર 30,000 રૂપિયા સુધીની બચાવી શકો છો. આ જ કારણ છે કે દુબઈ જતા ભારતીયો ઘણીવાર તેમના મિત્રો અને સંબંધીઓ માટે આઇફોન ખરીદે છે.

કાર્સ

કારના શોખીનો માટે દુબઈ કોઈ સ્વર્ગથી ઓછું નથી. અહીં કારની કિંમતો ભારત કરતાં ઘણી ઓછી છે કારણ કે અહીં ઇમ્પોર્ટ ટેક્સ અને રજીસ્ટ્રેશન ચાર્જ ઓછો છે. દાખલા તરીકે, ટોયોટા ફોર્ચ્યુનરનું ટોપ મોડેલ ભારતમાં 51.44 લાખ રૂપિયામાં મળે છે. ત્યારે દુબઈમાં આ જ મોડેલ 172,900 AED (લગભગ 39 લાખ રૂપિયા) માં મળી રહે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

હાઇ ક્વોલિટી ફર્નિચર

દુબઈ દુનિયાભરથી બેસ્ટ ક્વોલિટીનું ફર્નિચર ઇમ્પોર્ટ કરે છે જે ભારતની સરખામણીમાં સારું અને સસ્તું હોય છે. અહીં તમને ઇન્ટરનેશનલ બ્રાન્ડનું ફર્નિચર ખૂબ સસ્તામાં મળી શકે છે. ભારતમાં જે ફર્નિચર મોંઘા ભાવે મળે છે તે જ દુબઈમાં લગભગ અડધી કિંમતે મળી રહે છે.

WhatsApp Group Join Now

Leave a Comment