કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ EPFO ATM કાર્ડ અને મોબાઈલ એપ લોન્ચ સંબંધિત માહિતી આપી છે. મનસુખ માંડવીયાએ કહ્યું છે કે EPFOના મોબાઈલ એપ અને ડેબિટ કાર્ડ ફેસિટીલી આ વર્ષના મે-જૂન સુધીમાં લોન્ચ કરવામાં આવશે.
EPFO ની મોબાઇલ એપને લઈને તાજા અપડેટ
કેન્દ્રીય મંત્રીએ આ વાતની પણ માહિતી આપી છે કે EPFO 2.0 હેઠળ IT સિસ્ટમને અપડેટ કરવામાં આવશે. આને લઈને કામ ચાલુ છે અને જાન્યુઆરીના અંત સુધી પૂરું થવાની આશા છે.
આ શ્રેણીમાં, EPFO 3.0 એપ મે-જૂન 2025 સુધીમાં લોન્ચ કરવામાં આવશે, જેના દ્વારા EPFO સબ્સ્ક્રાઇબર્સ બેન્કિંગ સુવિધા મેળવી શકશે. ખાસ કરીને આ EPFOની સમગ્ર સિસ્ટમને કેન્દ્રીય બનાવશે અને ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવશે.
નાણાકીય મંત્રાલય અને રિઝર્વ બેન્ક વચ્ચે ચર્ચા ચાલુ છે.
શ્રમ મંત્રાલયના સૂત્રો અનુસાર EPFO 3.0ના માધ્યમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સબ્સ્ક્રાઇબર્સને દેશભરમાં ગમે ત્યારેથી પણ બેન્કિંગ ફેસીલીટી મળી શકે, આએ લઈને નાણાકીય મંત્રાલય અને RBI વચ્ચે ચર્ચા ચાલુ છે. જ્યારે આ લાગુ થશે ત્યારે EPFOના સભ્યો ડેબિટ કાર્ડની એક્સેસ મેળવી શકશે અને ATM થી પોતાની PF ઉપાડી શકશે.
PF વિડ્રોલની લિમિટ શું રહેશે?
EPFO ATM કાર્ડના માધ્યમે સબ્સ્ક્રાઇબર્સને પોતાની તમામ PF ઉપાડવાનો મોકો નહીં મળે. આની માટે એક વિડ્રોલ લિમિટ સેટ કરવામાં આવશે જેનાથી EPFOના સભ્યો બધા જ રૂપિયા એક સાથે ન ઉપાડી શકે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
એક ખાસ વાત એ પણ છે કે આ વિડ્રોલ લિમિટ માટે તમારે EPFO પહેલા પરમીશન લેવાની જરૂર નહીં હોય, ત્યારે પહેલા EPFO ની પરમીશન જરૂરી હતી.
આનો શું ફાયદો થશે?
આ અપડેટ્સ અને ઈનિશિએટિવનો સૌથી મોટો ફાયદો થશે કે EPFO સબ્સ્ક્રાઇબર્સ માટે આ ઘણી રાહત આપશે અને તેમણે પોતાના જ પૈસા લેવા માટે કોઈ લાંબુ ફોર્મ ભરવાની જરૂર નહીં પડે. આ સિવાય EPFO ઓફિસના ધક્કા પણ બંધ થઈ જશે.