રાત્રે સૂતા પહેલા ખાઇ લો આ એક પાન, પેટમાં ફસાયેલો બધો કચરો નીકળી જશે, જાણો અન્ય ફાયદા…

WhatsApp Group Join Now

આપણા આયુર્વેદમાં કેટલીક વસ્તુઓ એટલી બધી ફાયદાકારક છે કે તે મોટામાં મોટી બીમારીને દૂર ભગાડી શકે છે. પાનના પાંદડા એવી ઔષધિ છે, જેને લોકોએ ખાવાની બંધ કરી દીધી છે.

સદગુરુએ તેના કેટલાક ચમત્કારી લાભ જણાવ્યા છે. પાનના પાંદડાને લઈને કેટલાક વૈજ્ઞાનિક રિસર્ચ પણ થઈ ચૂક્યા છે, જેમાં તેના ઔષધીય ગુણો વિશે તપાસ પણ કરવામાં આવી છે.

NCBIના રિસર્ચ પેપરમાં જાણવા મળ્યું છે કે, પાનના પાંદડામાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્ટિબાયોટિક ગુણોથી ભરપૂર છે. સદગુરુ કહે છે કે પાનના પાંદડાને લઈને જે વૈજ્ઞાનિક રિસર્ચ થયું છે, તેના કરતાં તેમાં ઘણા વધુ ગુણો છે.

સદગુરુ કહે છે કે પાનના પાંદડાને એમ જ દેવીમાંને નથી ચઢાવવામાં આવતા. દેવીમાને આ પાન અર્પણ કર્યા બાદ તેને ખાવામાં આવે છે, કારણ કે દેવીમાં પોતે જ પોતાના ભક્તોને તે ખાવા માટે કહે છે.

સદગુરુએ જણાવ્યું કે, પાનને અલગ-અલગ રીતે તેમાં અન્ય વસ્તુઓ ઉમેરીને ખાવામાં આવે છે. પરંતુ જો તમે રાત્રે સૂતાં પહેલાં તેને ખાઈ લેશો, તો તેનો સૌથી વધુ લાભ પેટને મળશે. ત્યારે અહીં જાણીશું કે પાનના પાંદડાને રાત્રે ખાવાથી તેનો શું લાભ થાય છે.

મોઢાથી શરૂ થાય છે લાભ

સદગુરુએ કહ્યું કે પાનના પાંદડાના લાભ મોઢાથી જ શરૂ થાય છે. તે એન્ટી-બેક્ટેરિયલ હોવાના કારણે મોઢામાં રહેલા બેક્ટેરિયા કે ફંગસ પાનનું સેવન કરતાની સાથે જ મરવા લાગે છે. સાથે જ તે મોઢાને સુગંધિત બનાવે છે, જેના કારણે મોઢામાં અન્ય હાનિકારક વસ્તુઓ પ્રવેશતી નથી.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

મોઢામાં અને જીભમાં ચાંદા હોય, તો પાનના સેવનથી મટે છે. જોકે, આ માટે પાનમાં ખૂબ જ ઓછો ચૂનો વપરાય છે, નહીંતર જીભ પર છાલા પડવાનો ડર રહે છે.

અમ્લનાશક

સદગુરુના જણાવ્યા અનુસાર, પાનનું પાંદડું અમ્લનાશક છે, એટલે કે તે શરીરમાંથી ઝેરને દૂર કરે છે. તે સાપના ડંખ માર્યા બાદ બનતા ઝેરને પણ દૂર કરે છે. જોકે, તે સંપૂર્ણપણે ઝેર દૂર નથી કરી શકતું, પરંતુ અમુક અંશે તે ઝેરને દૂર કરી શકે છે. જો પેટમાં વધુ પડતું એસિડ બનતું હોય, તો તે તેને ઘટાડે છે.

નસોમાં આવે છે તાજગી

સદગુરુ કહે છે કે, પાનનું પાંદડું ઉત્તેજક હોય છે. જો તમે તેમાં સોપારી નાખો તો તે ખૂબ જ ઉત્તેજક બની જાય છે. તેમાં ન્યુરોલોજીકલ સ્ફૂર્તિદાયક ગુણધર્મો હોય છે. તેનો અર્થ એ કે તે નસોને વાઇબ્રેટ કરે છે. તેનાથી નસોમાં તાજગી આવે છે. જ્યારે નસોમાં તાજગી આવે છે, ત્યારે તે આખા શરીરને સ્ફૂર્તિથી ભરી દે છે.

પેટ સાફ કરે છે

રાત્રે પાન ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમારા બંધ પેટને સાફ કરે છે. ભલેને તમને કબજિયાતની સમસ્યા ગમે તેટલી ગંભીર હોય, પરંતુ જો પાનને યોગ્ય રીતે લગાવીને ખાવામાં આવે તો થોડા દિવસોમાં કબજિયાત મટી જાય છે.

પાનના પાંદડા પેટમાં સારા બેક્ટેરિયા વધારે છે. તેથી તે પાચનતંત્રને ખૂબ મજબૂત કરી છે. તેનાથી ગેસ, એસિડિટી, પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ દૂર થાય છે.

બેક્ટેરિયા દૂર કરે

ડાઉન ટુ અર્થે રિસર્ચના હવાલે જણાવ્યું છે કે, પાનના પાંદડા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જેવા કે ઇ. કોલાઈ અને સ્યુડોમોનાસને મારી નાખે છે. આ ઉપરાંત તે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જેમ કે સ્ટેફાયલોકોકસ અને કેન્ડીડા બેક્ટેરિયાને મારી નાખે છે. સાથે જ તે ફૂગથી થતા રોગો પણ મટાડે છે.

પુરુષો માટે ફાયદાકારક

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે પાનના પાંદડા પુરુષોના પુરુષત્વ માટે ફાયદાકારક છે. પાનના પાંદડાનું સેવન કરવાથી શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા વધે છે. તે પ્રી-મેચ્યોર ઇજેક્યુલેશનને પણ ઘટાડી શકે છે.

ઉંમર વધારે

પાનના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. તેથી તે સ્કિનને યંગ રાખે છે અને ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment