તમારી ઇનકમ પહેલાં સારી હતી પરંતુ હવે સતત ઓછી થતી જાય છે તો આ ગ્રહોની નકારાત્મક સ્થિતિની અસર હોઈ શકે છે. ઘણીવાર ખર્ચામાં વધારો થવાને કારણે પણ ખિસ્સા પર ભારે છે. આ સાથે ઘણીવાર નોકરી તેમજ વ્યાપારમાં તકલીફ પડવાને કારણે પણ આ સ્થિતિ થઈ શકે છે.
આમ, તમારા પર સતત દેવું વધી રહ્યું છે તો શનિ, રાહુ, બુધ અને શુક્ર ગ્રહ તમારા પક્ષમાં નથી.સાચા ઉપાય કરવાથી આ ગ્રહ શુભ ફળ આપવા લાગે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. તો જાણો આ વિશે જ્યોતિષાચાર્ય રવિ પારાશરનું શું કહેવું છે…
આ ગ્રહોના પ્રભાવ વિશે સમજો
શનિ
કર્મનાં દેવતા હોય છે. આમ, જો નકારાત્મક થઈ જાય તો કામમાં મુશ્કેલી આવી શકે છે. આ સાથે નુકસાન પણ થઈ શકે છે.

રાહુ
રાહુ ગ્રહ શુભ હોય તો વ્યક્તિની સફળતા અનેક ઊંચાઈઓ પર પહોંચી જાય છે, પરંતુ નકારાત્મક હોય તો પૈસા અનેક કામમાં અટકી શકે છે અને સંઘર્ષ વધી શકે છે.
બુધ
બુદ્ધિ, નિર્ણય ક્ષમતા અને નાણાકીય પ્રબંધનનો કારક ગ્રહ છે. આ ગ્રહ નબળો થઈ જાય તો વ્યક્તિ પોતાના પૈસાનો સાચી રીતે ઉપયોગ કરી શકતો નથી.
શુક્ર
સુખ, વૈભવ અને ભૌતિક સમૃદ્ધિનો કારક ગ્રહ છે. આમ જો શુક્ર ખરાબ થાય છે તો વ્યક્તિ પૈસા કમાય છે પરંતુ સુખ મળતું નથી.
આર્થિક સ્થિતિ સુધારવા માટે આ ઉપાય કરો
બુધ મજબૂત કરો
- સ્ટેનલેસ સ્ટીલની રીંગ છેલ્લી આંગળીમાં પહેરો.
- મગની દાળ પક્ષીઓને ખવડાવો.
- અઠવાડિયામાં 2-3 દિવસ દાંતને ફટકડીની મદદથી સાફ કરો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
શનિ દોષ દૂર કરો
- બુધવાર તેમજ શનિવારનાં દિવસે ગરીબો અને મજૂરવર્ગને બેસનનાં લાડુનું દાન કરો.
- જરૂરિયાતમંદ લોકોને મદદ કરો અને તમારી સાથે કામ કરતા લોકોની સાથે સારો વ્યવહાર કરો.
રાહુને શુભ બનાવો
- માછલીને લોટ ખવડાવો.
- મછ મણિ ધારણ કરો. આ રાહુ અને શુક્ર એમ બંનેને બળ આપે છે.
- આમ, તમે આ ઉપાયોને નિયમિત રીતે કરો છો તો ધીરે-ધીરે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ઇનકમનાં નવા રસ્તા પણ ખુલશે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.