લીવરના રોગો પાછળનું સૌથી મોટું કારણ આપણી ખરાબ જીવનશૈલી છે. આમાં આહારનો પણ સમાવેશ થાય છે. જો આપણા આહારમાં કેટલાક એવા ખોરાકનો સમાવેશ થાય છે જે ફેટી લીવરની સમસ્યા વધારી શકે છે, તો તમારે તે ખાવાનું ટાળવું જોઈએ. ફેટી લીવર બે પ્રકારના હોય છે – નોન-આલ્કોહોલિક અને આલ્કોહોલિક. આજકાલ નોન-આલ્કોહોલિક ફેટી લીવરની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે.
નોન-આલ્કોહોલિક ફેટી લીવર (NAFLD) ટેસ્ટ એટલે લીવરમાં ચરબીના સંચયનું પરીક્ષણ કરવું, જે દારૂના સેવનને કારણે નથી થતું, તે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળે છે.’ હકીમ સુલેમાન ખાન સમજાવે છે કે કેવી રીતે અમુક ખાદ્ય પદાર્થો આ સમસ્યાને વધારે છે.
કઈ વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ?
નિષ્ણાત કહે છે કે તેલયુક્ત ખોરાક ખાવાનું ટાળો. આ સાથે, ગ્રેવીમાં મજબૂત મસાલા વાળી શાકભાજી પણ ન ખાવા જોઈએ. જો તમે આ પ્રકારના ખોરાકથી દૂર રહો તો પણ તમને ઘણી હદ સુધી રાહત મળી શકે છે.

તમારે રિફાઇન્ડ લોટ અને સફેદ ખાંડ ધરાવતા ખોરાકથી પણ દૂર રહેવું જોઈએ. દૂધીનો રસ, બીટનો રસ પીવો અને મગની દાળ, ઓટ્સ અને લીલા શાકભાજી ખાવા જોઈએ.
ફેટી લીવર હોય તો શું કરવું?
જેમને ફેટી લીવર હોય તેમને તો તીખું તળેલું ન ખાવું જોઈએ અને ખાસ પરેજી પાડવી જોઈએ. હકીમના જણાવ્યા મુજબ લિવકેર દવાદિવસમાં ત્રણ વાર ત્રણ ચમચી લેવી ફાયદાકારક રહે છે. તદુપરાંત નમક જૈતુન એક ચૂર્ણ આવે છે તેને દિવસમાં બે વાર બે ચપટી પાણી સાથે લેવું જોઈએ.
વારંવાર પેટમાં ગેસ બનતો હોય
નિષ્ણાંતના જણાવ્યા મુજબ ચણા પેટમાં નુકસાન કરે છે. જેથી જ્યારે પણ તમે ચણા ખાવ છો ત્યારે આદુનું સેવન વધારે કરવું જોઈએ વધારે આદુ ખાવું જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તદુપરાંત વરિયાળી, સૂંઠ, જીરું, અજમો, ધાણા અને મેથી આ તમામ 100 ગ્રામ લઈને તેનો પાવડર કરવો અને એક ચમચી લેવું ત્યારબાદ નમકજૈતુન બે ચપટી એક ગ્લાસમાં નાખી તે પાણી પીવું. દિવસમાં બે વાર આમ કરવાથી ફાયદો થશે ગેસમાં રાહત મળશે.
હાથ પગ કે કમરમાં દુખાવો
જ્યાં કોઈ દવા અસર ન કરે ત્યાં ગુંદર અસર કરે છે. ગુંદારપાક બનાવીને ખાવો અથવા ગુંદરની દવા કે કેપ્સ્યુલ લેવી દુખાવામાં રાહત આપે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.