સફેદ વાળ આજના સમયમાં એક સમસ્યા બની ચુકી છે, જેનાથી અનેક યુવાનો પણ પરેશાન છે. પરંતુ આ વાળને ફરી કાળા કરવાનો કોઈ ઉપાય મળતો નથી.
જો તમે કેમિકલ યુક્ત હેર ડાઈ કરો છો તો તેનાથી વાળને નુકસાન થવાનો ખતરો રહે છે. તેવા સમયમાં મુશ્કેલ થઈ જાય છે કે સફેદ વાળને કુદરતી રીતે ફરી કાળા કરવામાં આવે.

સફેદવાળ પર લગાવો વરિયાળીનું તેલ
જ્યારે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો સમજી જાય કે હવે તેલ બદલવાની જરૂર ઉભી થઈ છે. હેરને કુદરતી રીતે ડાર્ક કરવા માટે વરિયાળીના તેલનો (Fennel Oil) ઉપયોગ કરી શકો છે. તેનાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ શકે છે. આ તેલને બજારમાંથી ખરીદવાની જરૂર પણ નથી કારણ કે તમે તેને ઘરે તૈયાર કરી શકો છો.
કેમ ફાયદાકારક છે વરિયાળીનું તેલ?
વરિયાળીમાં મોટી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફીટોન્યૂટ્રિએન્ટ્સ હોય છે, જે વાળની મુશ્કેલીથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. આ કારણ છે કે બાળ માટે વરિયાળાના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
કામની વસ્તું છે વરિયાળી
વરિયાળીનો ઉપયોગ હંમેશા કુદરતી માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે કે પછી ભોજનમાં ટેસ્ટ વધારવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વરિયાળીના તેલ વિશે તમે ખુબ ઓછુ સાંભળ્યું હશે, જે ખુબ કામની વસ્તુ છે.
વરિયાળીનું તેલ ઘરે કરો તૈયાર
સામગ્રી
- અડધો કપ વરિયાળી
- નાળિયેર કે કસ્ટર ઓઇલ
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કઈ રીતે કરશો તૈયાર?
– તેલને તૈયાર કરવા માટે એક વાસણમાં, કસ્ટર ઓઇલ કે નાળિયેરનું તેલ નાખો અને તેમાં વરિયાળી મિક્સ કરો
– આ મિક્સરને થોડો સમય ઉકાળો
– ગરમ થયા બાદ ગેસને ધીમા તાપે રાખો અને થોડો સમય પકાવો.
– અંતમાં તેલ ઠંડુ થયા બાદ તેને બોટલમાં ભરી લો.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.