સરકારી યોજનાઓ વ્યક્તિઓને તેમના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકાય એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે, આ યોજનાનો લાભ લઈને વ્યક્તિ સરળતાથી મજબૂત પેન્શન પ્લાન બનાવી શકે છે.
આ સાથે જ આ યોજનાઓ દ્વારા વ્યક્તિ પોતાની સંપત્તિનું વ્યવસ્થિત રોકાણ કરી શકે છે, અ યોજના દ્વારા બાળકોના શૈક્ષણિક ખર્ચને ટેકો મળે છે અને ટેક્સ પણ બચાવી શકાય છે. આ બધી જ રીતે આ સરકારી યોજનાઓ રોકાણની આકર્ષક તકો બની જાય છે.

ભારતીય નાગરિકો માટે એવી ઘણી અદભુત સરકારી યોજનાઓ છે કે જે નાગરિકોને આર્થિક ફાયદો પૂરો પાડે છે. ઉદાહરણ તરીકે, રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) નિવૃત્તિ માટે લાંબા ગાળાની બચતને પ્રોત્સાહન આપે છે સાથે જ આ યોજનામાં ટેક્સ બચત પણ થાય છે. તેવી જ રીતે, જાહેર ભવિષ્ય નિધિ (PPF) ટેક્સ મુક્તિની સાથે રોકાણ કરવા અને આકર્ષક વ્યાજ દરો મેળવવાનો એક સુરક્ષિત માર્ગ પૂરો પાડે છે.
વધુમાં, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (MGNREGA) માત્ર રોજગાર પૂરો નથી પાડતી, પરંતુ ગ્રામીણ પરિવારોને નાણાકીય સ્થિરતા પણ પૂરી પાડે છે. દીકરીના શિક્ષણ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એવી બચત યોજના છે કે જે તેમના ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
આ વ્યાપક સરકારી યોજનાઓના દરેકના પોતાના અનન્ય લાભો છે, જે દરેક ભારતીય નાગરિક માટે ટકાઉ સંપત્તિ નિર્માણ માટે તેમની નાણાકીય આયોજન વ્યૂહરચનાના ભાગ રૂપે ધ્યાનમાં લેવા જરૂરી છે. ચાલો જાણીએ આ યોજનાઓ વિશે વિગતવાર.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
લાંબા ગાળાના રોકાણ તરીકે સ્થિર અને ગેરંટીકૃત વળતરને કારણે વસ્તીનો નોંધપાત્ર ભાગ PPF પર આધાર રાખે છે. અ યોજના સલામત રોકાણ અને કરમુક્તિ સાથે લગભગ 7-8%નું વ્યાજ આપે છે. 15-વર્ષનો લોક-ઇન સમયગાળો શિસ્તબદ્ધ બચત સુનિશ્ચિત કરે છે, અને પાંચ વર્ષ પછી કરવામાં આવતા આંશિક ઉપાડ પર કોઈ દંડ નથી.
આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સમાંથી છૂટ મળે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ સરકાર દ્વારા સમર્થિત એક લાંબા ગાળાની બચત યોજના છે. ઓછા જોખમ સાથે ભવિષ્ય માટે બચત કરવા ઈચ્છતા લોકો માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા ગરીબ લોકોની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવામાં આવી રહ્યું છે કારણ કે આ યોજના દ્વારા ગરીબ લોકો પણ સરળતાથી જોડાઈ શકે છે અને પોતાની દીકરીના નામે પૈસા જમા કરાવીને બચાવી શકે છે.
આ યોજના મહિલાઓને નાણાકીય સહાય પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, હાલમાં આ યોજનામાં 7.6%નું સૌથી વધુ વ્યાજ ઓફર કરે છે.
આ યોજનામાં માતાપિતાને તેમની પુત્રીઓ 10 વર્ષની થાય તે પહેલાં ખાતું ખોલાવી શકે છે, જે છોકરીઓને સશક્ત કરે છે અને નાણાકીય સ્વતંત્રતામાં મદદ કરે છે. કલમ 80C હેઠળ ડિપોઝિટ અને ઉપાડ પર ટેક્સમાંથી છૂટ મળે છે. આ છોકરીના શિક્ષણ અને લગ્ન માટે એક ઉત્તમ યોજના છે.
અટલ પેન્શન યોજના (APY)
અટલ પેન્શન યોજના (APY)માં રોકાણ કરનાર લાભાર્થીઓને આજીવન આવક મળી રહે છે, સાથે સાથે અસંગઠિત ક્ષેત્રોમાં કાર્યરત લોકોના ભવિષ્યને પણ સુરક્ષિત કરે છે. આ યોજનામાં નિવૃત્તિ પછી, લાભાર્થીને તેમના રોકાણના આધારે ગેરંટીકૃત લઘુત્તમ માસિક પેન્શન મળે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ યોજનામાં દરરોજ માત્ર થોડી રકમ બચાવીને રોકાણ કરી શકાય છે અને રોકાણના આધારે 60 વર્ષની ઉંમર પછી 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. આ યોજનામાં રોકાણ માટેની વય મર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ યોજનામાં રોકાણ કરીને ટેક્સ પણ બચાવી શકાય છે.
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ની પેન્શન યોજના અલગ છે, જે ઇક્વિટી અને ડેટ રોકાણના સંયોજન દ્વારા ઉચ્ચ વળતર અને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના આપે છે. રોકાણકારોને સક્રિય અથવા સ્વતઃ પસંદગીના સંપત્તિ ફાળવણી વિકલ્પો પૂરા પાડવામાં આવે છે, જેમાં ઐતિહાસિક વળતર વાર્ષિક 10-12% ની અંદર હોય છે.
NPS હેઠળ કરવામાં આવેલા ખર્ચ પર પણ નોંધપાત્ર કર રાહત આપવામાં આવે છે, જે કલમ 80C અને 80CCD(1B) માં 2 લાખ સુધી મર્યાદિત છે. બચતનો એક ભાગ નિવૃત્તિ દરમિયાન એક સાથે ઉપાડી શકાય છે, બાકીની રકમ પેન્શન વાર્ષિકી માટે નિયુક્ત કરવામાં આવે છે.
(મુંદડા ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ભરત મુંદડા જેવા નાણાકીય નિષ્ણાતો સૂચવે છે કે ઇક્વિટી-લિંક્ડ અને ગેરંટીડ-રિટર્ન સાધનોનું સંયોજન 2025 માં ભારતીય પરિવારો માટે આદર્શ સેફટી નેટ પૂરી પાડી શકે છે.)
કિસાન વિકાસ પત્ર (KVP)
કિસાન વિકાસ પત્ર (KVP) એક અપવાદરૂપ નિશ્ચિત વળતર રોકાણ વિકલ્પ છે, જે રોકાણકારોને 10 વર્ષમાં તેમના રોકાણ પર 100% વળતર આપે છે. કિસાન વિકાસ પત્ર (KVP) બચત યોજના રૂઢિચુસ્ત રોકાણકારો માટે વિશ્વસનીય રોકાણ વિકલ્પનું ઉદાહરણ છે જેઓ ગેરંટીકૃત વળતર ઇચ્છે છે.
હાલમાં તેનો વ્યાજ દર 7.5% છે. આ યોજનામાં કોઈ ટેક્સ લાભ મળતા નથી, આ યોજના 2.5 વર્ષના પ્રારંભિક લોક-ઇન સમયગાળા પછી ઉપાડમાં સુગમતા પ્રદાન કરે છે.
વરિષ્ઠ નાગરિકો બચત યોજના (SCSS)
વરિષ્ઠ નાગરિકો બચત યોજના (SCSS) 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને વાર્ષિક 8.2% નો આકર્ષક વ્યાજ દર પ્રદાન કરે છે. વધુમાં, તે ત્રિમાસિક વ્યાજ ચુકવણી પણ પ્રદાન કરે છે.
આ યોજના નિવૃત્ત લોકો માટે ફાયદાકારક છે કારણ કે તે રોકડનો જરૂરી પ્રવાહ પ્રદાન કરે છે. તેનો લોક-ઇન સમયગાળો પાંચ વર્ષનો છે અને તેમાં ત્રણ વર્ષનો વૈકલ્પિક વધારો પણ કરી શકાય છે. કલમ 80C હેઠળ કર લાભો ઉપલબ્ધ છે, પરંતુ આ યોજના હેઠળ મળતું વ્યાજ કરપાત્ર છે.
પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY)
60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે બીજી એક અદ્ભુત પેન્શન યોજના LIC દ્વારા ચલાવવામાં આવે છે, જેને પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) તરીકે ઓળખવામાં આવે છે. તે માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક પેન્શન ચૂકવણી સાથે વાર્ષિક 7.4 ટકાની ગેરંટી આપે છે.
આ યોજનામાં લઘુત્તમ રોકાણ રકમ 15 લાખ છે, જે નિવૃત્તિ દરમિયાન વાજબી નાણાકીય બફર સુનિશ્ચિત કરે છે. આ રોકાણ સંપૂર્ણપણે જોખમ મુક્ત છે અને વૃદ્ધોને સ્થિરતા અને સુસંગત આવક બંને પ્રદાન કરે છે.
લાડલી લક્ષ્મી યોજના
લાડલી લક્ષ્મી યોજના એ સરકાર દ્વારા છોકરીઓની નાણાકીય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરાયેલી યોજના છે. આ યોજના મધ્યપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં છોકરીઓના શિક્ષણ અને લગ્ન માટે નાણાકીય સહાયની સુવિધા આપે છે.
છોકરીઓને સમયાંતરે નાણાકીય સહાય મળે છે, તેમાં સરકાર સીધું યોગદાન આપે છે, જેનાથી પરિવારો તેમની પુત્રીઓ માટે લાંબા ગાળાના નાણાકીય ભંડોળ ભેગું કરી શકે છે.
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS)
જેઓ સ્થિર માસિક આવકની શોધમાં છે તેમના માટે, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS) રોકાણના સૌથી વિશ્વસનીય સ્ત્રોતોમાંનો એક છે. POMIS લગભગ 7.4% વ્યાજ ચૂકવણીની ગેરંટી આપે છે અને માસિક વળતર આપે છે.
આ યોજના પાંચ વર્ષના લોક-ઇન સમયગાળા સાથે આવે છે જે દરમિયાન રોકાણકારો વ્યક્તિગત રીતે 9 લાખ અથવા સંયુક્ત રીતે 15 લાખ જમા કરાવી શકે છે. આ યોજના નિવૃત્ત લોકો અને નિશ્ચિત જોખમ-મુક્ત વળતર ઇચ્છતા રોકાણકારો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC)
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC) નો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે, અને તે એક નવી યોજના છે. તે 2 વર્ષની પરિપક્વતા અવધિ સાથે આવે છે અને વાર્ષિક 7.5% વ્યાજ દર સાથે પ્રમાણમાં ઊંચું વળતર આપે છે.
આમ, તે આકર્ષક ટૂંકા ગાળાના રોકાણની તકો પૂરી પાડે છે. આ યોજના મહિલાઓને તેમની સંપત્તિ વધારવા અને આંશિક ઉપાડ દ્વારા તરલતા જાળવી રાખવાની મંજૂરી આપીને સુગમતા પ્રદાન કરે છે.
સરકાર દ્વારા સમર્થિત રોકાણ યોજનાઓ સ્થિરતા, નિવૃત્તિ પછીની સુરક્ષા અને ટેક્સ બચત માટે તેમની ઉપયોગીતાને કારણે બજારની અનિશ્ચિતતાથી પોતાને બચાવવા માટે શ્રેષ્ઠ રસ્તો એક છે.
આ યોજનાઓ વિવિધ નાણાકીય લક્ષ્યોને આવરી લેવા માટે શરૂ કરવામાં આવી છે, પછી ભલે તમે લાંબા ગાળાના વિકાસ માટે આયોજન કરી રહ્યા હોવ, બાળકનું શિક્ષણ હોય કે નિવૃત્તિ પછીની સુરક્ષા માટે. જો આ યોજનાઓમાં યોગ્ય રીતે રોકામ કરવામાં આવે તો 2025 થી શરૂ કરીને વ્યક્તિ સરળતાથી સુરક્ષિત અને નફાકારક નાણાકીય ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે.