× Special Offer View Offer

શું તમે પણ ઘર ખરીદવા માંગો છો? આ ફોર્મ્યુલાથી જાણો તમારી આવક પ્રમાણે તમારે કેટલું મોંઘુ ઘર ખરીદવું જોઈએ…

WhatsApp Group Join Now

 મિડલ ક્લાસ પરિવારો માટે પોતાનું ઘર ખરીદવું એક મોટું સપનું હોય છે. સીમિત આવકને કારણે ઘરની મોટી કિંમત ચુકવવી સરળ હોતી નથી, તેથી મોટા ભાગના લોકો હોમ લોન લેતા હોય છે.

ઘણીવાર સારા ઘરની ઈચ્છામાં લોકો પોતાની ક્ષમતાથી વધુ મોંઘુ ઘર લેતા હોય છે. તે માટે તે પોતાની બધી બચત લગાવી દેતા હોય છે કે પછી એટલી લોન લે છે જેનો હપ્તો ભરવો લાંબા સમય સુધી એક બોજ બની જાય છે. ભવિષ્યમાં જ્યારે આર્થિક મુશ્કેલી વધે છે તો આ નિર્ણય પર પસ્તાવો થાય છે.

પરંતુ એક એવી ખાસ ફોર્મ્યુલા છે, જે તમારા ઘરના સપનાને સાકાર કરવામાં મદદરૂપ થઈ શકે છે, સાથે તમને લોનની જાળમાં ફસાવવાથી બચાવી શકે છે. આ ફોર્મ્યુલાની મદદથી તમે સરળતાથી તે નક્કી કરી શકશો કે તમારે આવક પ્રમાણે કેટલું મોંઘુ ઘર ખરીદવું જોઈએ, કેટલું ડાઉન પેમેન્ટ કરવું જોઈએ અને કેટલી લોન લેવી જોઈએ.

આ ફોર્મ્યુલા કરશે કામ

મકાન ખરીદવાનો પ્લાન બનાવવા સમયે 3/20/30/40 ની ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો તેને સમજીએ..

ફોર્મ્યુલામાં 3નો મતલબ

3 નો અર્થ એ છે કે તમારા ઘરની કુલ કિંમત તમારી કુલ વાર્ષિક આવકના ત્રણ ગણાથી વધુ ન હોવી જોઈએ. ઉદાહરણ દ્વારા આ સમજવા માટે, જો તમારી વાર્ષિક આવક 20 લાખ રૂપિયા છે, તો તમારે વધુમાં વધુ 60 લાખ રૂપિયાનું ઘર ખરીદવું જોઈએ. તેવી જ રીતે, જો વાર્ષિક આવક 15 લાખ રૂપિયા હોય, તો વ્યક્તિ 45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદી શકે છે.

ફોર્મ્યુલામાં ’20’ નો મતલબ

20 નો મતલબ લોનનો સમયગાળા (Loan Tenure) સાથે છે. હોમ લોન સામાન્ય રીતે લાંબા ગાળાની હોય છે, પરંતુ પ્રયાસ કરો કે લોનનો ગાળો મહત્તમ 20 વર્ષનો હોય. કેમ? તેનાથી ઓછો સમય પસંદ કરવાથી તમારા પર EMI નો ભાર વધી શકે છે અને લાંબો ગાળો પસંદ કરવા પર EMI તો ઘટી જશે, પરંતુ તમારે બેંકમાં વ્યાજના રૂપમાં વધુ રૂપિયા ચુકવવા પડશે. 20 વર્ષનો સમયગાળો એક સંતુલન બનાવે છે, જેનાથી EMI ચુકવવામાં સરળતા રહે છે.

ફોર્મ્યુલામાં ’30’ નો મતલબ

30 નો મતલબ તમારી માસિક EMI (Equated Monthly Installment) સાથે છે. હોમ લોનનો ઈએમઆઈ તમારી કુલ માસિક આવક (Monthly Income) ના 30% થી વધુ ન હોવો જોઈએ. ઉદાહરણથી સમજો તો જો તમારી આવક દર મહિને 70,000 રૂપિયા છે તો તમારો EMI 21,000 રૂપિયાથી વધુ ન હોવો જોઈએ. ઈએમઆઈ જેટલો ઓછો, એટલું સારૂ.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ફોર્મ્યુલામાં ’40’ નો મતલબ

40નો મતલબ તમારા ડાઉન પેમેન્ટ સાથે છે. જ્યારે તમે ઘર કે ફ્લેટ ખરીદો છો તો કેટલીક રકમ ડાઉન પેમેન્ટમાં રૂપમાં આપવી પડે છે. સામાન્ય રીતે લોકો 10થી 20 ટકા ડાઉન પેમેન્ટ કરે છે અને બાકી રકમની લોન લે છે. પરંતુ તેનાથી તમારી લોનની રકમ અને EMI નો ભાર વધી જાય છે.

પ્રયાસ કરો કે તમારા ઘરની કુલ કિંમતના ઓછામાં ઓછું 40 ટકા ડાઉન પેમેન્ટ જરૂર કરો. જો તમારી આવક 20 લાખ રૂપિયા છે અને તમે 60 લાખ રૂપિયાનું ઘર ખરીદી રહ્યાં છો તો તમારે આશરે 24 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કરવું જોઈએ.

WhatsApp Group Join Now

Leave a Comment