જો તમે વરસાદમાં આ ટિપ્સ અપનાવશો, તો નહીં પડો બીમાર! તમે ફિટ એન્ડ હેલ્ધી રહેશો…

WhatsApp Group Join Now

વરસાદની ઋતુમાં થોડી બેદરકારીને કારણે શરદી, ખાંસી અને વાયરલ ફીવર જેવી બીમારી વધી જાય છે. લોકો વિચારે છે કે વરસાદમાં ભીના થવાથી વ્યક્તિ બીમાર પડે છે, જ્યારે હકીકત એ છે કે જ્યારે યોગ્ય કાળજી અને સાવચેતી રાખવામાં ન આવે ત્યારે જ સ્વાસ્થ્ય પર અસર પડે છે. વરસાદમાં ભીના થયા બાદ કેટલીક મહત્વપૂર્ણ હેલ્થ ટિપ્સનું પાલન કરવું જરૂરી છે.

ચોમાસામાં લોકો ઝડપથી બીમાર કેમ પડે છે?

ચોમાસાની ઋતુમાં લોકો ઝડપથી બીમાર પડી જાય છે, તેનું કારણ એ છે કે, વાતાવરણમાં ભેજ અને ઠંડી વધી જાય છે, જેના કારણે બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી ફેલાવા લાગે છે.

વરસાદના પાણીમાં ગંદકી અને કીટાણુ હોય છે, જે શરીરમાં પ્રવેશીને ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. આ સિવાય આ ઋતુમાં સૂર્યપ્રકાશ ઓછો હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને બીમારીનું જોખમ વધારી શકે છે.

ભીના કપડાં પહેરવાથી અથવા ઘરમાં બંધ રહેવાથી લોકો પોતાના સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખતા નથી જેના કારણે પણ તેઓ ઝડપથી બીમાર પડી શકે છે. આથી વરસાદમાં ભીના થયા બાદ નીચે જણાવેલ ટિપ્સને કરો ફોલો.

ભીના કપડાં તરત જ બદલો

જો તમે વરસાદમાં ભીના થઈ ગયા હોવ તો ઘરે પહોંચ્યા બાદ તરત જ તમારા ભીના કપડાં બદલી નાખો. લાંબા સમય સુધી ભીના કપડાં પહેરવાથી શરીરનું તાપમાન ઘટી જાય છે, જેના કારણે શરદી, વાયરલ કે ફ્લૂ થવાની શક્યતા વધી શકે છે.

ગરમ પાણી અથવા હર્બલ પીણાં પીવો

વરસાદમાં ભીના થયા બાદ આદુની ચા, હળદરવાળું દૂધ અથવા તુલસી-કાળા મરીનો ઉકાળો પીવો ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરને ગરમી પ્રદાન કરે છે અને ઇન્ફેક્શનથી બચાવે છે.

પગની કરો સફાઈ

વરસાદના પાણીમાં કાદવ અને ગંદકી હોવાથી પગમાં ફંગલ ઇન્ફેક્શનનો ડર રહે છે. આથી ભીના થયા બાદ તમારા પગ સાબુથી સારી રીતે ધોઈ લો અને તેને સુકવો સાથે એન્ટિફંગલ પાવડર પણ લગાવો.

કાન અને નાકની સફાઈ કરો

વરસાદમાં ભીના થયા બાદ જો તમારા કાન કે નાકમાં પાણી જાય તો તેને તરત જ સાફ કરો. કેમ કે, નાક અને કાનમાં રહેલું ગંદુ પાણી ઇન્ફેક્શન અથવા કાનમાં દુખાવાનું કારણ બની શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ઈમ્યૂનિટી વધારનાર ખોરાક ખાઓ

આ ઋતુમાં લીંબુ, આમળા, નારંગી, લીલા પાંદડાવાળા શાકભાજી જેવા વિટામિન-સીથી ભરપૂર ખોરાક જરૂરથી ખાવા જોઈએ. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે.

ભીના વાળ સુકવો

જો તમારા વાળ પણ વરસાદમાં ભીના થઈ ગયા હોય તો તેને ટુવાલથી સારી રીતે લૂછીને સુકવો. લાંબા સમય સુધી ભીના વાળને કારણે માથાનો દુખાવો કે શરદી જેવી સમસ્યા થઈ શકે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment