ડાયાબિટીસના દર્દીઓને સામાન્ય રીતે મીઠાઈઓ અને મેદાના લોટમાંથી બનેલી વસ્તુઓ ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો કે, એક બીજી વસ્તુ છે જે ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ‘સાયલન્ટ કિલર’ સાબિત થઈ શકે છે.
જી હા… અમે વાત કરી રહ્યા છીએ માલ્ટોડેક્સ્ટ્રિન (Maltodextrin) વિશે, જે ઘણા પેક્ડ ફૂડ્સ અને હેલ્ધી દેખાતા પ્રોડક્સમાંમાં છુપાયેલું છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

માલ્ટોડેક્સ્ટ્રિન એક સફેદ રંગનો પાવડર હોય છે, જેને મકાઈ, બટેટા, ઘઉં અને ચોખાના સ્ટાર્ચમાંથી બનાવવામાં આવે છે. તે ઘણા પ્રોસેસ્ડ ફૂડ્સ, બેવરેજ, એનર્જી બાર, સૂપ, સોસ, ઓછી ચરબીવાળા ડેરી પ્રોડક્ટ્સ અને સ્પોર્ટ્સ ડ્રિંક્સમાં તેનો ઉપયોગ થાય છે. જેથી તેમનો સ્વાદ, ટેક્સચર અને શેલ્ફ લાઇફ સુધારી શકાય.
ડાયાબિટીસના દર્દીઓ માટે કેમ છે ખતરનાક?
ફેમસ ડાયેટિશિયન લવલીન કૌરના જણાવ્યા અનુસાર માલ્ટોડેક્સ્ટ્રિનનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ટેબલ સુગર કરતા વધારે હોય છે. જ્યારે ટેબલ સુગરનું GI 65 હોય છે, ત્યારે માલ્ટોડેક્સ્ટ્રિનનું GI 110 સુધી હોઈ શકે છે. GI જેટલું વધારે હોય છે, તે બ્લડ સુગરને તેટલી ઝડપથી વધારે છે. તેની સીધી અસર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પર પડે છે, જેના કારણે ડાયાબિટીસનું જોખમ અનેકગણું વધી જાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
માલ્ટોડેક્સ્ટ્રિનના અન્ય નુકસાન
1. આ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી શરીરમાં અચાનક સુગર લેવલ વધી જાય છે.
2. તે પેટમાં રહેલા સારા બેક્ટેરિયાને ખતમ કરી શકે છે, જેનાથી પાચનતંત્રને કમજોર થઈ શકે છે.
3. આ એક છુપાયેલ કાર્બોહાઇડ્રેટ છે, જે શરીરમાં ઝડપથી ચરબીના રૂપમાં સંગ્રહિત થાય છે અને વજન વધવાનું કારણ બને છે.
4. કેટલાક રિસર્ચ અનુસાર માલ્ટોડેક્સ્ટ્રિનનું વધુ પડતું સેવન રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે, જે શરીરને રોગો પ્રત્યે સંવેદનશીલ બનાવે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.