પ્રધાનમંત્રી સુર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ ઈન્સ્ટોલેશનનો આંકડો સતત વધી રહ્યો છે અને સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, અત્યાર સુધી આ આંકડો 10 લાખ પાર પહોંચી ગયો છે. નોંધનીય છે કે આ સરકારી સ્કીમમાં કેન્દ્ર સરકાર 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવાની સાથે જ જબરદસ્ત સબસિડી પણ આપે છે.
10 માર્ચ સુધી 10 લાખ સોલર પેનલ
સરકાર દ્વારા શેર કરેલી માહિતી અનુસાર, વિશ્વની સુથી મોટી ઘરેલુ રૂફટોપ સૌર પહેલ PM Surya Ghar Muft Bijli Yojna કે PMSGMBY એ 10 માર્ચ 2025 સુધીમાં 10 લાખ ઘરોને સૌર ઉર્જાથી સંચાલિત કરવાની સાથે એક ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવી છે.

તમને જણાવી દઈએ કે 13 ફેબ્રુઆરી 2024 એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ સરકારી સ્કીમ હેઠળ વર્ષ 2027 સુધીમાં 1 કરોડ ઘરોની છત પર સોલર પેનલ લગાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી ₹4770Cr ની સબસિડી આપવામાં આવી છે
PM સુર્ય ઘર ફ્રી વીજળી યોજના હેઠળ સરકારે 75,000 કરોડના ઇન્વેસ્ટની જાહેરાત કરી હતી. આમાં પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવવા વાળાઓને 300 યુનિટ સુધી ફ્રી વીજળીની સાથે સબસિડી આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી, જે આને લોકપ્રિય બનાવે છે.
સરકારી આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં મળેલી 47.3 લાખ અરજીઓ સાથે આ પહેલને પહેલા જ 6.13 લાખ લાભાર્થીઓને 4770 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે.
300 યુનિટ સુધી ફ્રી વીજળી, બિલની કોઈ જફા જ નહીં
મોદી સરકારની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લાભાર્થીઓને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવે છે, જેના ખર્ચ પર સરકાર સબસિડી આપે છે. આનાથી ફક્ત વીજળી બિલની ઝંઝટ દૂર થશે જ, પરંતુ તમે વધુ વીજળીનું ઉત્પાદન પણ કરી શકશો અને તેને વેચી પણ શકશો.
જો યોજના મુજબ સોલાર પેનલ લગાવવાના ખર્ચ વિશે વાત કરીએ, તો 1 કિલોવોટનો ખર્ચ લગભગ 90 હજાર રૂપિયા, 2 કિલોવોટનો ખર્ચ લગભગ 1.5 લાખ રૂપિયા અને 3 કિલોવોટનો ખર્ચ 2 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે.
કેટલી સબસિડી મળશે?
PM સૂર્ય ઘર યોજના હેઠળ, 2 kW સુધીના વીજ ઉત્પાદન માટે સોલાર યુનિટ ખર્ચના 60 ટકા અને 2 થી 3 kW સુધીની વીજ ઉત્પાદન ક્ષમતા માટે પેનલ ખર્ચના 40 ટકા સરકાર દ્વારા સબસીડી સ્વરૂપે આપવામાં આવે છે. સબસિડીની મર્યાદા 3 કિલોવોટ સુધી મર્યાદિત કરવામાં આવી છે.
જો આપણે આજની સોલાર પેનલની કિંમત પર નજર કરીએ તો, આ સબસિડી 1 kW સિસ્ટમ માટે રૂ. 30,000, 2 kW સિસ્ટમ માટે રૂ. 60,000 અને 3 kW અથવા તેથી વધુની સોલર પેનલ માટે રૂ. 78,000 હશે…
આ સ્કીમની શરૂઆતના અમુક દિવસો બાદ જ સરકાર દ્વારા અપડેટ આપવામાં આવ્યું હતું કે આનાથી જોડાયેલા નિયમોમાં બદલાવાની તૈયારી ચાલી રહી છે અને આ હેઠળ PM સુર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ અરજદારને સબસિડી માત્ર 7 દિવસની અંદર મળી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે https://pmsuryaghar.gov.in/ પોર્ટલની મુલાકાત લેવી પડશે. અહીં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે તમારી સ્ટેટ અને ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપનીની પસંદગી કરવાની રહેશે. આ પછી, વીજ ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ વિશેની માહિતી આપવી પડશે.
સ્ટેપ 2: આ પછી, ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગઇન કરો. લોગઇન કર્યા બાદ રૂફટોપ સોલાર ફોર્મથી અરજી કરવાની રહેશે.
પગલું 3: ડિસ્કોમ પાસેથી શક્યતાની મંજૂરી માટે રાહ જુઓ. જો તમને શક્યતાની મંજૂરી મળે છે, તો તમે તમારા ડિસ્કોમમાં કોઈપણ નોંધાયેલા વિક્રેતાઓ પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો.
સ્ટેપ 4: ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી, પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો.
સ્ટેપ 5: નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ અને ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા બાદ પોર્ટલ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે.
સ્ટેપ 6: કમિશનિંગ રિપોર્ટ પ્રાપ્ત કર્યા પછી, પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલો ચેક સબમિટ કરો. આ પછી, તમારી સબસિડી બેંક ખાતામાં 30 દિવસની અંદર મળી જશે.