WhatsApp Group
Join Now
ક્યારેક જુના નામના કારણે, ક્યારેક જુદા સ્પેલિંગના કારણે, તો ક્યારેક બદલાયેલા નામના કારણે, શું તમે સરકારી કામ કરાવવા દરમિયાન મુશ્કેલી સહન કરી રહ્યા છો? સરકારી ડોક્યુમેન્ટ્સમાં તમારું નામ કે અટક બદલવાની ગેજેટમાં પ્રસિદ્ધિ કરાવી છે?
તમને થશે કે આ મોટી પડોજણનું કામ છે, તો ધ્યાન આપો હવે આ કાર્ય એકદમ સરળ થઈ ગયું છે. આવો જાણીએ નામ કે અટક બદલવાની પદ્ધતિ. જેને સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવાની પદ્ધતિ માટેના પગલાં (Offline)
- જે ભાષામાં નામ બદલવું હોય તે ભાષામાં ફોર્મ ભરવું.
- રૂપિયા 50 ના સ્ટેમ્પ પેપર ઉપર તે જ ભાષામાં સોગંધનામું કરવું.
- જુના નામ પ્રમાણેના દસ્તાવેજી પુરાવા બીડવા.
- અરજી દીઠ નિયત કરેલી ફી ભરવી.
- દસ્તાવેજો સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રીની કચેરી રાજકોટ ખાતે મોકલવા.
- દર ગુરુવારે બદલાયેલા નામ અટકને પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં તમારું નામ ચકાસી લેવું.
નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવાની પદ્ધતિ માટેના પગલાં (Online)
જો તમારે ઓનલાઇન પ્રક્રિયા કરવી હોય તો તે પણ શક્ય છે.
- https://egazette.gujarat.gov.in/ પર યુઝર આઈ-ડી બનાવો.
- યુઝર આઈ-ડીને પોતાના મોબાઈલ નંબર પર OTP થી વેરિફાય કરો.
- લોગ-ઈન આઈડી અને પાસવર્ડ વડે લોગ-ઈન કરો.
- દર્શાવાતી સ્ક્રીન ઉપર અંગ્રેજી કે ગુજરાતીનો ઓપ્શન પસંદ કરો.
- જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
- સર્ચ મોડમાં ફોર્મનું સ્ટેટસ જાણી શકાશે.
- ગેઝેટ દર ગુરુવારે QR કોડ તથા ડિજિટલ સિગ્નેચર સાથે અપલોડ કરવામાં આવે છે, જે વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે.
તાત્કાલિક અને એકાકી નામ કે અટક બદલવા માટે બે ખાસ સેવાઓ ઉપલબ્ધ છે:
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
- અસાધારણ ગેઝેટમાં એકાકી નામ અટક બદલવાની તાત્કાલિક પ્રસિદ્ધિ માટે નિયત કરેલી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે.
- બધા જ દસ્તાવેજો પરિપૂર્ણ થતા હોય તેવી અરજીની ફક્ત ત્રણ જ દિવસમાં અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધિ કરવામાં આવશે.
- સાધારણ ગેઝેટમાં એકાકી નામ અટક બદલવાની પ્રસિદ્ધિ માટે નિયત કરેલી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે.
- બધા જ દસ્તાવેજો પરિપૂર્ણ થતા હોય તેવી અરજીની દર ગુરુવારે પ્રસિદ્ધિ કરવામાં આવશે.
WhatsApp Group
Join Now