ઘણા લોકોને જમ્યા પછી તુરંત જ પેટમાં દુખાવો થવા લાગે છે. ભોજન કર્યા પછી તુરંત જ પેટમાં ગેસ અને એસિડિટી વધવા લાગે છે જેના કારણે દુખાવો અને બેચેની અનુભવાય છે.
ઘણા લોકોને તો બપોરે જમ્યા પછી આખો દિવસ પેટ ભરેલું જ લાગે અને છાતીમાં બળતરા પણ થતી હોય છે. આવી સમસ્યા કેટલાક ગંભીર મામલામાં પણ થઈ શકે છે.

પરંતુ જો પાચનની તકલીફના કારણે ગેસ અને એસિડિટી વારંવાર થતી હોય તો તમે દવાને બદલે આ નેચરલ ઇન્ગ્રેડિએન્ટસની મદદથી તેનો ઈલાજ કરી શકો છો. આજે તમને જણાવીએ એવા ઘરેલુ નુસખા વિશે જે એસીડીટી અને ગેસની તકલીફને તુરંત દૂર કરે છે.
જમ્યા પછી થતી ગેસ એસિડિટીને મટાડવાના 2 ઉપાય
આ રીતે ખાવ વરિયાળી
જમ્યા પછી જો તમને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો તેને દૂર કરવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વરીયાળી ખાવી. વરીયાળી ખાવાથી પેટમાં બનતો ગેસ, એસીડીટી અને પેટના દુખાવા જેવી સમસ્યામાં આરામ મળે છે.
વરીયાળીમાં પાચક ગુણ હોય છે જે પાચન શક્તિ વધારે છે અને પેટ હળવું રહે છે. એસીડીટીથી રાહત મેળવવા માટે સવારે અથવા તો રાત્રે બે ચમચી વરિયાળીને પાણીમાં પલાળી દેવી. આ પાણીને જમ્યા પછી પીવાનું રાખો. પાણી પીધા પછી પલાળેલી વળીયાળી પણ ચાવીને ખાઈ જવી.
ગોળનું પાણી મટાડશે એસિડિટી
જમ્યા પછી ગોળનું પાણી પીવાથી પણ પેટની સમસ્યા ઓછી થાય છે. એસિડિટી અને ગેસ વારંવાર થતા હોય તે લોકોએ ગોળનું પાણી પીવું જોઈએ. ગોળમાં પણ પાચક તત્વ હોય છે જે પાચન શક્તિ વધારે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ગોળનું પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ગોળનું પાણી બનાવવા માટે એક ગ્લાસ ઠંડા પાણીમાં ગોળનો પાઉડર અથવા ગોળ ઉમેરો. ગોળ પાણીમાં ઓગળી જાય પછી આ પાણી પી લેવું. ગોળનું પાણી પણ જમ્યા પછી પીવું.
આ બંને વસ્તુ સિવાય તુલસીની ચા પણ પાચનશક્તિને વધારે છે. દિવસમાં એક કે બે વખત તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને પીવાનું રાખો. તુલસીનું પાણી પીવાથી એસિડિટીની સમસ્યા ઓછી થાય છે અને પાચનશક્તિ વધે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.