દેશભરના કરોડો કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા બાદ દેશભરના કરોડો કર્મચારીઓને વધુ એક મોટી અપડેટ સામે આવી છે.
હવે કેન્દ્ર સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળ લઘુત્તમ પગાર વધારવા પર વિચાર કરી રહી છે.
જો પગાર વધારવાનો નિર્ણય લેવામાં આવશે તો તેનો ઉદ્દેશ્ય કર્મચારીઓની સામાજિક સુરક્ષાને મજબૂત કરવાનો રહેશે. હાલમાં EPFO હેઠળ કર્મચારીઓનો લઘુત્તમ પગાર 15 હજાર રૂપિયા પ્રતિ માસ છે.
જો સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપે છે તો આ પગાર 15 રૂપિયાથી વધીને 21 હજાર રૂપિયા થઈ જશે એટલે કે, પગારમાં લગભગ 6 હજાર રૂપિયાનો વધારો થશે પરંતુ તેની સાથે સરકાર EPFO માટે એક કંપનીમાં નિયુક્ત કર્મચારીઓની સંખ્યામાં પણ ઘટાડો કરી શકે છે. સરકાર નવા વર્ષ પહેલા કર્મચારીઓને આ ભેટ આપી શકે છે.
છેલ્લો વધારો ક્યારે થયો હતો ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રમ અને રોજગાર મંત્રાલય કંપનીઓ સાથે આ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યું છે. કર્મચારીઓની વૃદ્ધિ અને સુરક્ષા માટે રચાયેલી સમિતિની ભલામણો બાદ આ વાતચીત શરૂ કરવામાં આવી છે.
નોંધનિય છે કે, EPFO હેઠળ પગાર વધારવાની માંગ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે. આ પહેલા વર્ષ 2014માં પગારમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે સમયે લઘુત્તમ વેતન 6500 રૂપિયાથી વધારીને 15 હજાર રૂપિયા કરવામાં આવ્યું હતું.
હવે જો લઘુત્તમ પગાર રૂ. 6,000 વધારીને રૂ. 15,000થી વધારીને રૂ. 21,000 કરવામાં આવે છે તો PFની રકમ વધશે અને પેન્શનમાં પણ વધારો થશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પરંતુ માઇક્રો અને નાની કંપનીઓ EPFO હેઠળ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો વિરોધ કરી રહી છે કારણ કે તેનાથી ખર્ચમાં વધારો થશે.
EPFOમાં કેટલું યોગદાન?
EPFOના નિયમો અનુસાર PF ખાતામાં કર્મચારી અને કંપની બંનેનો હિસ્સો છે. બંને આ ખાતામાં 12-12 ટકા રકમ જમા કરે છે.
કંપનીની 12 ટકા રકમમાંથી 8.33% એમ્પ્લોયી પેન્શન સ્કીમ (EPS)માં જમા કરવામાં આવશે. બાકીના 3.67% PF ખાતામાં જમા છે.
10 વર્ષની સેવા પૂરી થવા પર પેન્શન મળવાપાત્ર છે. આ પૈસા એકસાથે ઉપાડી શકાય છે. કટોકટીના કિસ્સામાં પૈસા ઉપાડી શકાય છે પરંતુ એક વર્ષમાં કેટલી વખત પૈસા ઉપાડી શકાય છે? તેની મર્યાદા નિશ્ચિત છે.