રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ ગુજરાત સરકારના વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.
હવે ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધીને 53 ટકા થઈ ગયું છે.
રાજ્ય સરકારે કરી જાહેરાત
ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને અત્યાર સુધી 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું, હવે તેમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે મોંઘવારી ભથ્થું વધીને 53 ટકા થઈ ગયું છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે મોંઘવારી ભથ્થામાં વધારો 1 જુલાઈ 2024થી લાગૂ કરવામાં આવશે. એટલે કે બાકીના મહિનાઓનું એરિયર પણ કર્મચારીઓ તથા પેન્શનરોને મળશે.
જાન્યુઆરીમાં મળી જશે એરિયર
રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્ય સરકારના કર્મચારીઓને જુલાઈથી લઈને ડિસેમ્બર સુધી મોંઘવારી ભથ્થાનું એરિયર જાન્યુઆરી 2025માં ચુકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી સરકારના લાખો કર્મચારીઓને લાભ મળશે.