તમે ગૂગલ મેપનો ઉપયોગ કરતા જ હશો. પણ અહીં ગૂગલ મેપ વિશે જે જણાવાયું છે, તે તમને કદાચ ખબર નહીં હોય અને તમને જાણીને નવાઈ પણ લાગશે. ગૂગલ મેપ ચોક્કસપણે તમને કોઈ પણ અજાણ્યા સરનામાં સુધી પહોંચવામાં મદદ કરે છે, પરંતુ આ તેની એકમાત્ર સુવિધા નથી.
ગૂગલ મેપનો સૌથી વધુ લાભ મેળવવા માટે, તમારે ગૂગલ મેપની સેટિંગ્સમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર પડશે.અહીં ગૂગલની કેટલીક ટિપ્સની માહિતી આપેલી છે, જેના વિશે તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ આટલું જાણ્યા પછી, તમારા લાઈફ એકદમ સરળ થઈ જશે.
રેસ્ટોરન્ટથી લઈને પેટ્રોલ પંપ સુધી બધું જ અહીં મેળવો
માનો કે તમે કાર લઈ રોડ મારફતે મુસાફરી કરી રહ્યા છો. ત્યારે તમારી કારમાં ડીઝલ ખતમ થવા આવ્યું છે અને તમને ભૂખ પણ લાગી છે. આવી પરિસ્થિતિમાં પણ ગૂગલ મેપ તમને મદદ કરી શકે છે. તમારે ફક્ત ગૂગલ મેપ એપ ખોલ્યા બાદ હોમ સ્ક્રીનની ટોચ પર રેસ્ટોરન્ટ અથવા ગેસ કે પેટ્રોલ પંપના આઇકન પર ટેપ કરવાની જરૂર છે.

જે બાદ તમારી સૌથી નજીકમાં કયું રેસ્ટોરન્ટ કે પેટ્રોલ પંપ છે તેની માહિતી નકશા પર સંબંધિત નિશાનની પિન દ્વારા દેખાવા લાગશે. જે બાદ તેમનું ગૂગલ સ્ટાર રેટિંગ અને તેમના વિશેની બધી જરૂરી માહિતી પણ તમને ગૂગલ મેપ પર જ મળી જશે.
ગૂગલ મેપમાં જ સૌથી સસ્તી રાઈડ્સ તપાસો
જ્યારે તમે કોઈ જગ્યાએ જવા માટે રાઈડ બુક કરો છો, ત્યારે સૌથી પહેલા તમે વિવિધ એપ્સ (જેમ કે ઉબેર, ઓલા, રેપિડો, વગેરે) પર જાઓ અને તપાસો કે કોણ સૌથી સસ્તી રાઈડ આપી રહ્યું છે. વાત સાચી છે… પણ દરેક એપ પર વારંવાર જઈને સરનામું દાખલ કરવું પડે છે, જે પણ એક કંટાળાજનક કામ છે, પરંતુ તેનો પણ ઉપાય ગૂગલ મેપમાં જ મળે છે. હા, ગૂગલ મેપ પર એક જ જગ્યાએ આ બધાના ભાવ ચકાસી શકો છો.
ગૂગલ મેપમાં સર્ચ બોક્સમાં તમારે જ્યાં જવાનું હોય તે સરનામું દાખલ કરો, પછી તમે જ્યાં ઉભા છો તે સ્થાન ઉમેરો અને કેબ બોલાવવા માટે એક આઇકન આવશે તેના પર ટેપ કરો. જે બાદ ગૂગલ મેપ તમને આ વિસ્તારમાં રાઈડ-શેરિંગ સેવાઓ તેમજ ત્યાં જ માટેના દરેક વિકલ્પોનો ખર્ચ પણ બતાવશે. (ઉદાહરણ તરીકે, ઉબેર સાથે, તમને ઉબેરપૂલ, ઉબેરએક્સ, ઉબેરએક્સએલ, વગેરે પણ દેખાશે.) જોકે, તમારે હજુ પણ તમારી રાઈડ બુક કરવા માટે રાઈડ-શેરિંગ એપ્લિકેશન પર જવું પડશે.
ગૂગલ મેપ સેટિંગ્સને સમાયોજિત કરીને લોકેશન શેર કરો
શું તમે વીકએન્ડના દિવસે ટ્રિપ પર જઈ રહ્યા છો અને ખાતરી કરવા માંગો છો કે તમારી મનપસંદ વ્યક્તિ પણ તમારી સાથે આવશે કે નહીં? તો તેના માટે ગૂગલ મેપ તમને તમારું લોકેશન શેર કરવાની મંજૂરી પણ આપે છે. તમે તમારી સુવિધા મુજબ લોકેશનનો સમય પણ કસ્ટમાઇઝ કરી શકો છો, જેથી તમારા મિત્રો કે પરિવારના સભ્યો તમારી જાસૂસી ન કરે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
લોકેશન શેર કરવા માટે, તમારા એકાઉન્ટ આઇકન પર ટેપ કરો અને પછી ‘લોકેશન શેર કરો’ પર ટેપ કરો. જે બાદ તમે તમારું લોકેશન કેટલો સમય માટે શેર કરવા માંગો છો અને કોની સાથે શેર કરવા માંગો છો તે માહિતી ફિલ કરો. તમે ફેસબુક મેસેન્જર, વોટ્સએપ અને બીજી ઘણી બધી થર્ડ-પાર્ટી એપ્સ પર પણ લોકેશન શેર કરી શકો છો.
જાહેર પરિવહન શોધો
આપણે કોઈ નવી જગ્યા પર જઈએ ત્યારે નજીકની બસ કે ટ્રેન શોધવામાં આપણને મુશ્કેલી પડે છે. ગૂગલ મેપ આ મુશ્કેલીને પણ સરળ બનાવવામાં મદદરૂપ બને છે. જે માટે તમારે ફક્ત લેયર્સ આઇકન પર જવાની જરૂર છે, જે બાદ ટ્રાન્ઝિટ પસંદ કરો અને તમારી નજીકના બધા સ્થાનિક ટ્રાન્ઝિટ વિકલ્પો નકશા પર દેખાશે.
તમારા વિસ્તારની હવાની ગુણવત્તા વિશે જાણો
શું તમને ધૂળની એલર્જી છે અને બહાર જતા પહેલા ધૂળ કેટલી ઉડે છે કે હવાની ગુણવત્તા કેવી છે એ તપાસવા માંગો છો? તો કોઈ વાંધો નહીં. તેનો પણ ઉપાય ગુગલ મેપમાં ઉપલબ્ધ છે. જે માટે સૌથી પહેલા ગૂગલ મેપ ખોલો, લેયર્સ આઇકન પસંદ કરો અને મેનુ બટનમાંથી ‘એર ક્વોલિટી’નો વિકલ્પ પસંદ કરો. જે બાદ તમે જ્યાં છો તે સ્થાનની હવા કેવી છે તે પોપ અપ થશે.