Gujarat Assembly : વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, ૨૦૨૫ બિલ પસાર કર્યું છે. જેમાં સરકારે NA થયા વિનાની જમીન અંગે એવો નિર્ણય લીધો કે, ગુજરાતના 30 લાખથી વધુ મકાનોને તેનો સીધો ફાયદો થશે.
રાજ્યમાં બિનખેતી કરાવ્યા વિનાની જમીન પર મંજૂરી વિના કરેલા બાંધકામ-મિલકતના હક્કો આપી, વિશેષ આર્થિક લાભ આપવાના હેતુથી બિલમાં સુધારો કરાયો છે. જેમાં નાગરિકોને રહેણાંકની પાયાની જરૂરિયાતના કાયદેસરના હક્ક પ્રાપ્ત થાય અને તેમના સર્વાંગી હિતો સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો આશય છે.

સુધારા દાખલ થવાથી આ કાયદા સંબંધિત અર્થઘટનના પ્રશ્નો, લિટિગેશન અને વહીવટી ગૂંચવણો ઘટશે તેવું સરકારનું માનવું છે. ત્યારે આવામાં સરકારના ધ્યાને આવ્યું હતું કે, NA થયા વિનાની જમીન લોકો માટે મોટી સમસ્યા બની હતી. ત્યારે હવે એનએ વગરની જમીનવાળાને સીધો ફાયદો થશે.
કાયદો પસાર થતા હવે વર્ષોથી પોતાની માલિકીની જમીન પર બાંધકામ કર્યા પછી નિયમિત થતું ન હોય, કોઇ સોસાયટી નિયમિત ન થતી હોય તેવી સોસાયટીના મકાન માલિકો બાકી પ્રીમિયમ, દંડ કે વ્યાજ ભરીને દસ્તાવેજ કરી શકશે અને મકાન કાયદેસર થઈ શકશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે સરકારની આ ઉદારતા એવા લોકો માટે છે કે જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યુ છે, પણ જરૂરી પરવાનગીઓ લેવાનું કોઇને કોઇ કારણોસર ચૂકી ગયા છે.
પોતાની જમીનના પ્લોટ પાડીને કોઇએ વેચ્યા, તેના પર પ્લોટ લઇને મકાન બનાવ્યું. એ વ્યક્તિને ખ્યાલ નથી કે વેચનારે બિનખેતીની પરવાનગી લીધી નથી કે બીજી નિયમ અનુસારની પરવાનગીઓ લીધી નથી. અજાણતા શરત ભંગ થયો છે. કાયદાની જાણકારીના અભાવે શરત ભંગ થયો છે અથવા તો ઇરાદાપૂર્વક ન થઇ હોય તેવી ભૂલને કારણે તેમને સહન કરવું ન પડે તે આ બિલનો હેતુ છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
મંત્રી રાજપૂતે કહ્યું હતું કે, વર્ષ 2017માં સુધારેલા કાયદામાં કેટલાક સુધારા લાવવા જરૂરી જણાતા ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879ના પ્રકરણ-9(ક)ની કલમ-125(છ)(1) ની જોગવાઈને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સૂચિત સુધારા બિલ ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2025 રજૂ કરાયું છે. જે પ્રમાણે પ્રવર્તમાન કાયદાની કલમ-125(છ) (1)માં સુધારો કરીને કલમ-125 (છ) (1)(1), કલમ-125 (છ)(1)(2) અને કલમ-125 (છ)(1)(3) ઉમેરવામાં આવી છે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને શૈલેષ પરમારે સુરતની સરકારી જમીનો કે ગૌચરની જમીન પરના બાંધકામ નિયમિત થશે કે નહીં તેની સ્પષ્ટતા કરવાની માગ કરી હતી. જેનો જવાબ આપતા મંત્રીએ કહ્યું કે, કોઈ બિલ્ડર કે સરકારી જમીન પચાવી પાડનારને ફાયદો થશે નહીં