GPSSB Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો બધી જ માહિતી…

WhatsApp Group Join Now

ગુજરાતમાં અત્યારે વિવિધ વિભાગોમાં ભરતીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની વધુ તક આવી ગઈ છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. પંચાયત સેવા વર્ગ-3 સવંર્ગની પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત પંચાયત સેવા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, મહત્તવની તારીખો સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

ગુજરાત પંચાયત સેવા ભરતીની અગત્યની માહિતી

સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પોસ્ટગ્રામ સેવકથી લઈને ગ્રામ પંચાયત મંત્રી જેવી વિવિધ
જગ્યા1251
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ15-4-2025
અરજી કરવાની છેલ્લી તારીખ15-5-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત પંચાયત સેવા ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
લેબોરેટરી ટેક્નીશીયન43
સ્ટાફ નર્સ36
વિસ્તરણ અધિકારી(ખેતી)12
પશુધન નિરીક્ષક23
આંકડા મદદનીશ18
જુનીયર ફાર્માસિસ્ટ43
વિસ્તરણ અધિકારી(સહકાર)(ગ્રેડ-2)8
સંશોધન મદદનીશ5
મુખ્ય સેવિકા20
ગ્રામ સેવક112
ફીમેલ હેલ્થ વર્કર324
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ)202
જુનિયર ક્લાર્ક(વહિવટ-હિસાબ)102
ગ્રામ પંચાયત મંત્રી238
અધિક મદદનીશ ઈજનેર(સિવિલ)48
નાયબ ચીટનીશ17
કુલ1251

શૈક્ષણિક લાયકાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ બહાર પાડેલી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. જેથી ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ભરતી અંગેની વિગતવાર માહિતી જાણવી.

મહત્વની તારીખો

ગુજરાત પંચાયત સેવા ભરતી માટે અરજી પ્રક્રિયા 15 એપ્રિલ 2025થી શરૂ થશે જે 15 મે 2025 સુધી ચાલશે. આ સમય દરમિયાન ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો https://gpssb.gujarat.gov.in/advertisement-list.htm ઉપર અરજી કરી શકશે.

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
  • અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
  • અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
  • જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ભરતી જાહેરાત

Gujarat-panchayat-bharti-SHORT-ADVTDownload

ઉમેદવારો માટે ખાસ નોંધ

  • આ જગ્યાઓની સંખ્યામાં સરકારની સુચનાને આધિન મંડળ જૂરી જણાય વધ-ઘટ કે ફેરફાર કરી શકશે.
  • ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યક્તા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક અધિકાર રહેશે. અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલા રહેશે નહીં.
  • ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નહીં જોતા, વહેલી તકે ઓનલાઈન અરજી પત્રકમાં નિયત વિગતો પુરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ કરી, કન્ફર્મેશન નંબર મેળવી લેવા સૂચન છે.
WhatsApp Group Join Now

Leave a Comment