ભારતીય સ્ટેટ બેન્કમાં (SBI) નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ખુશ ખબર છે. બેન્ક દ્વારા SBIના GM, ડેપ્યુટી CISO (ઈન્ફ્રા સિક્યોરિટી એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ), DGM (ઇન્સિડેન્ટ રિસ્પોન્સ) અને આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે ભરતી(SBI Jobs 2024)બહાર પાડવામાં આવી છે.
જો તમે પણ આ જગ્યાઓ પર અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકો છો.
SBIની આ ભરતી દ્વારા કુલ 171 જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ SBIની આ પોસ્ટ્સ પર કામ કરવા ઈચ્છો છો, તો તમે 12મી ડિસેમ્બર અથવા તે પહેલા અરજી કરી શકો છો.
આ પોસ્ટ્સ પર નોકરી મેળવવામાં રસ ધરાવતા કોઈપણ વ્યક્તિએ અરજી કરતા પહેલા નીચે આપેલી માહિતી ધ્યાનથી વાંચી લેવી.
SBIમાં ભરવાની જગ્યાઓ
- જીએમ અને ડેપ્યુટી CISO (ઇન્ફ્રા સિક્યોરિટી એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ) -1 જગ્યા
- DGM (આકસ્મિક પ્રતિભાવ) – 1 જગ્યા
- આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર-સિવિલ) – 42 જગ્યા
- આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર-ઈલેક્ટ્રિકલ) – 25 જગ્યા
- આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર-ફાયર) – 101 જગ્યા
- આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર-સિવિલ) (બેકલોગ) – 1 જગ્યા
જરૂરી લાયકાત
SBIની આ ભરતી માટે અરજી કરવાની યોજના ધરાવનાર કોઈપણ વ્યક્તિ પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.
અરજી ફી
જનરલ/EWS/OBC ઉમેદવારો માટેની અરજી ફી: રૂ. 750
SC/ST/PWBD ઉમેદવારો માટે અરજી ફી: કોઈ ફી નથી
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
વય મર્યાદા
- જીએમ અને ડેપ્યુટી CISO (ઇન્ફ્રા સિક્યોરિટી એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ) – 45
- વર્ષથી 50 વર્ષ ડીજીએમ (ઇન્સિડેન્ટ રિસ્પોન્સ) – 38 વર્ષથી 50 વર્ષ
- આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર-સિવિલ) – 21 વર્ષથી 30 વર્ષ
- આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર-ઈલેક્ટ્રિકલ) – 21 વર્ષથી 30 વર્ષ
- આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર-ફાયર) – 21 વર્ષથી 40 વર્ષ
આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 22મી નવેમ્બરથી શરૂ થશે અને 12મી ડિસેમ્બર 2024 સુધી ચાલુ રહેશે. અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ 12 ડિસેમ્બર 2024 છે.