મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગામડાના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો.
સરકારના પરિપત્ર અનુસાર, હવે 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકાશે. મહેસુલ વિભાગ સંબંધિત 54 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકાશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 13 જેટલા પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકાશે. દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ 20 રૂપિયા ચૂકવવાના રહેશે.
ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય
તાજેતરમાં જ ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો હતો. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે 50 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ મોંઘવારી ભથ્થામાં એરિયર્સની ચૂકવણી કરવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી હવેથી 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.
ટૂંક સમયમાં વિગતવાર આદેશો જાહેર કરવામાં આવશે
મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી માહિતી આપી હતી કે, મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય થકી કુલ 125 કરોડ રૂપિયાથી વધુનો લાભ એસ. ટી નિગમના કર્મચારીઓને મળશે. આગામી ટૂંક સમયમાં વિગતવાર આદેશો જાહેર કરવામાં આવશે.
એસ ટી નિગમના કર્મચારીઓમાં ખુશી જોવા મળી
આ ભથ્થાના વધારાની જાહેરાત થતાં એસ ટી નિગમના કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ મોંઘવારી ભથ્થું કયા મહિનાથી આપવામાં આવશે તે અંગે ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે અંગે અને કેટલીક સ્પષ્ટતા સાથે ટૂંક સમયમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા પરિપત્ર બહાર પાડી જાણ કરવામાં આવશે.