ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે અનેક લાભકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના છે – વૃદ્ધ સહાય યોજના. આ યોજના હેઠળ સરકાર દ્વારા વધુ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને દર મહિને પેન્શન આપવામાં આવે છે. ચાલો જાણીએ આ યોજના વિશે…
વૃદ્ધ સહાય યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
વૃદ્ધ સહાય યોજના સરકાર દ્વારા 2024 માં લોન્ચ કરાઈ હતી. આ યોજના ગરીબી રેખા નીચે આવતાં એટલે કે બીપીએલ કેટેગરીમાં આવતાં વૃદ્ધ નાગરિકોને દર મહિને પેન્શન આપવામાં આવે છે.

જેમાં 60 થી 79 વર્ષના વૃદ્ધ નાગરિકોને 750 રુપિયા અને 80 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના નાગરિકોના ખાતામાં 1000 રુપિયા દર મહિને તેમના ખાતામાં જમા કરવામાં આવે છે.
કયા દસ્તાવેજો જરુરી?
- ઉંમરનું પ્રમાણપત્ર( જો ન હોય તો ડોક્ટરનું પ્રમાણપત્ર)
- આધારકાર્ડ
- બીપીએલ રેશનકાર્ડ
- સરનામાનો પુરાવો
- બેંકની પાસબુક
ફોર્મ કેવી રીતે ભરવું
આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ઉપલબ્ધ છે. તમે ઓનલાઈન પ્રિન્ટ કાઢીને પણ ફોર્મ ભરીને જમા કરાવી શકો છો. આ સિવાય તમે ગ્રામ પંચાયત કચેરી, જિલ્લા પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી કે જનસેવા કેન્દ્ર કે મામલતદાર કચેરીએ જઈને યોગ્ય પુરાવાઓ સાથે આ ફોર્મ ભરીને જમા કરાવી શકો છો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો 60 દિવસમાં તમારા ખાતામાં પૈસા જમા ન થાય તો તમે પ્રાંત અધિકારી પાસે જઈને આ વિશે માહિતી મેળવી શકો છો.