ગુજરાત એસ.ટી. વિભાગમાં 1658 હેલ્પથની સીધી ભરતી કરાશે જેની 5 જાન્યુઆરી સુધી કરી શકાશે. આ ભરતી માટે વય મર્યાદા 18 થી 40 વર્ષ સુધીની રાખવામાં આવી છે. જ્યારે સિલેક્ટ થયેલા હેલ્પરને આગામી પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર 21,100 રૂપિયા મળશે.
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા એસ.ટી. વિભાગમાં 1658 હેલ્પરની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે આગામી 5 જાન્યુઆરી રાતે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે.

જીવનભર હાથ-પગનો દુઃખાવો કે સાંધાનો દુઃખાવો નહીં થાય…
આ ભરતી માટે વય મર્યાદા 18 થી 40 વર્ષ સુધીની રાખવામાં આવી છે. જ્યારે સિલેક્ટ થયેલા હેલ્પરને આગામી પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર 21,100 રૂપિયા મળશે. આજથી જ ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે.

જ્યારે ફી ભરવા માટે એક વધારાનો દિવસ આપવામાં આવ્યો છે. એટલે કે 7 જાન્યુઆરી સુધી આ ભરતી માટે ફી સ્વીકારવામાં આવશે.
વર્ગ પ્રમાણે ફાળવણી
ઑપન કેટેગરીમાં 494 પુરુષ અને 243 મહિલા EWSમાં 130 પુરુષ અને 64 મહિલા OBCમાં 244 પુરુષ અને 120 મહિલા SCમાં 69 પુરુષ અને 34 મહિલા STમાં 174 પુરુષ અને 86 મહિલા આ ઉપરાંત માજી સૈનિક માટે 331 અને દિવ્યાંગો માટે 66 જગ્યા અનામત રાખવામાં આવી છે. જેમાં વય મર્યાદા પણ 45 વર્ષ સુધીની છૂટ આપવામાં આવી છે.

ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યાને દૂર કરવી શક્ય છે. વધુ માહિતી માટે અહીંં ક્લિક કરો…
શૈક્ષણિક લાયકાત
જે-તે ઉમેદવારે ઓછામાં ઓછું ITI તો પાસ કરેલું હોવું જોઈએ. જેમાં મેકેનિક મોટર વ્હીકલ, ડીઝલ મેકેનિક, જનરલ મેકેનિક, ફીટર અથવા ટર્નર, ઈલેક્ટ્રિશિય અથવા શીટ મેટલ વર્કર, ઓટો મોબાઈલ્સ બોડી રિપેરર, વેલ્ડર, વેલ્ડર કમ ફેબ્રીકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેન્ટર, ઑટો મોબાઈલ પેઈન્ટ રિપેરરનો ઓછામા ઓછો એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પરીક્ષા માળખું
- ધોરણ 10 કક્ષાનું સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઈતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો- 30 ગુણ ગુજરાતી વ્યાકરણ (ધોરણ 10 કક્ષાનું) 5 ગુણ
- અંગ્રેજી ગ્રામર (ધોરણ 10 કક્ષાનું) 5 ગુણ લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો 50 ગુણ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો 10 આમ કુલ 100 માર્ક્સની OMR પદ્ધતિથી લેખિત પરીક્ષા 2 કલાકમાં આપવાની રહેશે. આ કસોટીમાં ઉતિર્ણ થવા માટે 40 ગુણ મેળવવાના રહેશે.