કીડીઓએ ઘરમાં આતંક મચાવી દીધો છે? તો ઘરમાં આ વસ્તુ છાંટી દો, કીડીઓ ઘરમાં ફરી ક્યારેય નહીં દેખાય!

WhatsApp Group Join Now

રસોડામાં કોઇ જીવાત, ઉંદર, વંદા કે કીડીઓ દેખાવી એક સામાન્ય સમસ્યા છે. ઘણીવાર રસોડામાં ગંદકીના કારણે આવા જીવજંતુઓ દેખાય છે. પરંતુ તમે રસોડામાં ગમે તેટલી સફાઇ રાખો, કીડીઓ તો આવી જ જાય છે.

સમસ્યા એ છે કે ઘણીવાર આ કીડીઓને ભગાડવા માટે જે પણ નુસખા ટ્રાય કરવામાં આવે છે તે બેઅસર થઇ જાય છે. પરંતુ અમે તમને એક એવો દેશી નુસખો જણાવી રહ્યાં છીએ, જેનાથી કીડીઓ ભાગશે અને સાથે જ તમારે તમારા રસોડામાં કોઇ કેમિકલ છાંટવાની ચિંતા પણ નહીં રહે. આ નુસખો શેફ પંકજ ભદૌરિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

ખરેખર રસોડામાંથી કીડીઓ ભગાડવા માટે આપણે કોઇ હાર્શ કેમિકલનો ઉપયોગ ન કરી શકીએ. રસોડામાં દરેક જગ્યાએ ખાવા-પીવાની વસ્તુઓ હોય છે, તેવામાં આપણે એવા નુસખા ટ્રાય કરવા પડે છે જે વધારે કેમિકલયુક્ત ન હોય.

સાથે જ ઘણીવાર ઘરમાં બાળકો હોય છે, તેથી આપણે હાર્ડ કેમિકલ ઘરમાં રાખવાનું ટાળીએ છીએ. ઘરમાં જો બાળકો હોય તો સમજી લો ભૂલથી પણ કીડીઓને ઘરમાં ન આવવા દો. શેફ પંકજે તેના માટે દેશી નુસખા જણાવ્યા છે.

કીડીઓ ભગાડવા માટે ઘરે જ બનાવો સોલ્યુશન

  • સૌથી પહેલા એક સ્પ્રે બોટલ લો. તેના માટે તમે કોઇપણ જૂની બોટલ લઇ શકો છો.
  • હવે આ બોટલમાં પાણી, ડેટોલ અને એક ચમચી હિંગ નાખો.
  • હવે આ સોલ્યુશનને સારી રીતે મિક્સ કરો અને જ્યાં પણ કીડીઓ દેખાય ત્યાં છાંટી દો.
  • હિંગ અને ડેટોલની ગંધથી કીડીઓ ફરી ઘરમાં નહીં ઘુસે.

આ નુસખો પણ ટ્રાય કરો

કપૂરની એક ગોટી લો અને તેને એક પેપરમાં રાખીને તેને બારીક પીસી લો. હવે એક ગ્લાસ પાણી ગરમ કરો. હવે એક વાસણમાં ગરમ પાણી લો અને તેમાં આ કપૂરની ગોટીના પાઉડરને નાખી દો. આ પાણીને એક ચમચી ડેટોલ લિક્વિડમાં નાખી દો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ત્રીજી વસ્તુ છે બોરિક પાઉડર. એક ચમચી બોરિક પાઉડર અને એક ચમચી વિનેગર આ પાણીમાં નાખી દો. તૈયાર છે તમારું એવું સોલ્યુશન જેનાથી કીડીઓ હંમેશા માટે ભાગી જશે. આ સોલ્યુશન તમે એક સ્પ્રે બોટલમાં ભરીને છાંટી દો. તમે આ સોલ્યુશન ઝાડ-છોડમાં પણ નાખી શકો છો

WhatsApp Group Join Now

Leave a Comment