શું તમારા ફોનમાંથી વીડિયોઝ-ફોટોઝ ડિલીટ થઈ ગયા છે? આ ટ્રિક્સ અપનાવશો તો વીડિયોઝ-ફોટોઝ પાછા આવી જશે…

WhatsApp Group Join Now

ઘણા લોકો સાથે એવું થતું હોય છે કે, ભૂલથી જરૂરી ફોટો કે વીડિયો મોબાઈલમાંથી ડિલીટ થઈ જતો હોય છે. જો તમારી સાથે પણ આવું થાય તો તમે નીચે જણાવેલ ટ્રિકની મદદથી તે ફાઈલ પરત મેળવી શકો છો.

Recent Delete

જ્યારે આપણા ફોનમાંથી કોઈ જરૂરી ફોટો કે વીડિયો ડિલીટ થઈ જાય ત્યારે ગેલેરીમાં રીસેટ ડિલીટ નામનું ફોલ્ડર હોય છે તેમાં સૌ પહેલા તે શોધવું જોઈએ.

Google Photos

જો તમે Google Photos નો ઉપયોગ કરતા હોવ તો શક્યતા એવી પણ હોય છે કે, Google Photosમાં તેનું બેકઅપ બન્યું હોય. અહીંથી ફોટો મળી શકે છે.

Google Drive

જો તમારા ફોનમાં Google Drive કે ક્લાઉડમાં બેકઅપ લેવામાં આવતું હોય તો ત્યાંથી પણ ફોટો કે વીડિયો પરત લઈ શકાય છે. આથી આ બંને ફીચર્સને ઓન રાખવું જોઈએ.

Recycle Bin

અમુક સ્માર્ટફોનના ફાઈલ મેનેજરમાં Recycle Binનું ઓપ્શન હોય છે. તેમાં ડિલીટ થયેલ ફાઈલ અમુક દિવસ સુધી રહે છે. અહીંથી તને ફાઇલ રિસ્ટોર કરી શકો છો.

થર્ડ પાર્ટી એપ

ડિલીટ થયેલા ફોટોને પરત મેળવવા માટે તમે થર્ડ પાર્ટી એપ જેમ કે Diskdigger કે Dr fone જેવી એપનો ઉપયોગ કરી શકો છો.

સોશિયલ મીડિયા

જે ફોટો ડિલીટ થયેલ હોય તે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પણ પડ્યો હોઇ શકે છે. જેમ કે Whatsaap કે ઈન્સ્ટાગ્રામમાં આથી ત્યાંથી ચેક કરીને પણ પરત મેળવી શકો છો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

રિકવરી સોફ્ટવેર

તમે ડિલીટ થયેલ ફોટોને પરત લેવા કોમ્પ્યુટર સાથે કનેકટ કરીને ડેટા રિકવરી સોફ્ટવેરની મદદ લઈ શકો છો. જેમાં તમને Recuva કે Easause જેવા ટુલ્સનો ઉપયોગ કરી શકો છો.

મેમરી કાર્ડ

જો તમે ફોનમાં મેમરી કાર્ડનો ઉપયોગ કરતા હોવ અને તે ફોટો મેમરી કાર્ડમાં હોય તો તેને લેપટોપ સાથે કનેક્ટ કરીને તે ફાઈલ પરત મેળવી શકો છો.

Cloud સર્વિસ

અમુક સ્માર્ટફોનમાં જેમ કે Apple, Samsung Cloud, Xiaomi Cloud પોતાની ક્લાઉડ સર્વિસ આપે છે. તમે અહીંયા પણ સર્ચ કરીને ફોટો પરત મેળવી શકો છો.

WhatsApp Group Join Now

Leave a Comment