ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરી કવાયત શરૂ, રાજ્યના પોલીસ વડાએ કડક અમલીકરણ માટે આપી સૂચના…

WhatsApp Group Join Now

દ્વીચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત માટે ફરી ગૃહ વિભાગે કવાયત શરૂ કરી છે. શહેરી વિસ્તારોમાં અને હાઈવે પર હેલ્મેટ માટે કડક અમલિકરણ માટે સૂચના આપવામાં આવી છે.

ટ્રાફિક જવાનોને સાથે રાખી ડ્રાઈવ તથા સીસીટીવીના માધ્યમનો ઉપયોગ કરવા પણ કડક સૂચના આપવામાં આવી છે. અત્રે જણાવીએ કે, હેલ્મેટ ને લગતી ડ્રાઈવની સૂચના ન પાલન બાદ કામગીરીની વિગતો રજૂ કરવા સૂચના કર્યું છે.

અકસ્માતમાં 2024માં કુલ 7,542 લોકો મૃત્યુ થયા

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ એક પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજયમાં છેલ્લા બે વર્ષ દરમિયાન માર્ગ પર અકસ્માત થવાના કારણે વર્ષ 2023માં કુલ 7,854 તથા વર્ષ 2024માં કુલ 7,542 લોકો મૃત્યુ પામેલ, જેમાં 35% જેટલા લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા.

આ ઉપરાંત કુલ જીવ ગુમાવનારમાંથી 25% જેટલા વ્યકિતઓ 26 વર્ષની નીચેની વયના હોય છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ વયજુથમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સહિતના વ્યકિતઓ હોય છે. માર્ગ સુરક્ષા આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે.

હેલ્મેટ પહેરવું એ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલુ છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ઘાતક ઇજાના જોખમને ઘટાડી શકાય છે. જે ગંભીર ઇજાઓને રોકી શકવામાં મદદરૂપ થાય છે અને જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

”પોલીસે કામગીરીની આંકડાકીય વિગતો મેઈલ કરવી પડશે”

પરિપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ”મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ દ્વિ-ચક્રીય વાહન ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.

(1 ) ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી ટુલ્સનો ઉપયોગ વધારવો અને તેનો ઉપયોગ કરી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને ઇ-ચલણ ઇસ્યુ કરવાની પ્રક્રિયા સઘન બનાવવા માટે શહેર/જીલ્લાઓ ખાતે આધુનિક સાધનોનો ઉપયોગ (a) CCTV કેમેરા (B) સ્પીડગન (c) ઇન્ટરસેપ્ટર વાન (d) ચાર શહેરો ખાતે POS મશીન (e) VOC એપ. વિગેરેના માધ્યમથી ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ માટે કામગીરી વધુ સઘન બનાવવી.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

(2) દ્વિ-ચક્રીય વાહનનો ઉપયોગ કરનાર તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં તેમજ જાહેર જનતામાં “Helmet Rule” નું કડક અમલીકરણ થાય તે માટે ટ્રાફિક પોલીસ ડીપ્લોયમેન્ટ કરી અસરકારક અમલવારી કરાવવા શહેર/જીલ્લાના વડાશ્રી મારફત જરૂરી આયોજન સુનિશ્ચિત કરવું. હેલ્મેટના અમલવારી અંગે કરેલ કામગીરીની આંકડાકીય વિગતો નમુના પત્રક મુજબ દર સોમવારે સવારના કલાકઃ ૦8.૦૦ વાગ્યા સુધીમાં એસ.ટી.બી. કચેરીના ઇ-મેઇલ ઉપર મોકલી આપવી”

WhatsApp Group Join Now

Leave a Comment