દવા વગર જ કંટ્રોલમાં રહેશે હાઈ બ્લડ પ્રેશર! દરરોજ આ શાકભાજી ખાશો, તો મળશે રાહત…

WhatsApp Group Join Now

Vegetables For High BP: શું તમને પણ વારંવાર હાઈ બ્લડપ્રેશરની સમસ્યા રહે છે? જો હા, તો તમારે તમારી ડાયટમાં અમુક બદલાવ કરી શકો છો. તો ચાલો આના વિશે જાણીએ.

હાઈ બ્લડ પ્રેશર

હાઈ બીપી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને નોતરી શકે છે. ચાલો જાણીએ પોષક તત્વોથી ભરપૂર શાકભાજી ફૂડ્સ વિશે, જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

બીટ

હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે બીટનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. બીટમાં નાઇટ્રેટ્સ હોય છે જે ધમનીઓને રિલેક્સ કરે છે ત્યારે બ્લડ ફ્લોને પણ સુધારે છે.

પાલક

પાલક એવી શાકભાજી છે જે ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપુર હોય છે, જેથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રહે છે. બેસ્ટ પરિણામ માટે આ સુપર ફૂડ્સનું યોગ્ય માત્રામાં અને યોગ્ય પદ્ધતિથી સેવન કરવું જોઈએ.

ભીંડા

ભીંડામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર હોય છે જે બીપીને બેલેન્સ કરવામાં મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીને ભીંડાનું સેવન કરવું જોઈએ. ભીંડાનું સેવન કરવાથી હાઈ બીપીને કંટ્રોલ કરી શકાય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ટામેટા

ટામેટાંમાં પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ જોવા મળે છે જે બીપીને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. તમે ટામેટાને સલાડ તરીકે ખાઈ શકો છો.

લીલી મેથી

લીલી મેથીમાં આયર્ન અને ફાઇબર જોવા મળે છે, જે સુગર લેવલ તેમજ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તમે તમારી ડાયટમાં મેથીનો ઘણી રીતે સમાવેશ કરી શકો છો. મેથીની ભાજી, મેથીના પરાઠા વગેરે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment