Land Law in India: લિમિટથી કરતા વધુ જમીન રાખી તો થઈ શકે છે જેલ! આપણા દેશમાં ઘણા લોકો નથી જાણતા આ કાયદો…

WhatsApp Group Join Now

આપણા દેશમાં સંવિધાને તમામ નાગરિકોને સમાન અધિકારી અને ન્યાયપૂર્ણ જીવન જીવનાનો અધિકાર આપ્યો છે. પરંતુ ક્યારેક જાણકારીના અભાવમાં ભૂલ થઈ જતી હોય છે અને ત્યારે પછતાવો થાય છે.

આજે આપને એવા જ એક કાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું ઉલ્લંઘન દરેક વ્યક્તિ અથવા તેમની આસપાસ રહેતા લોકો કરતા હોય છે. જો કે, મોટાભાગના લોકો આ પ્રકારની ભૂલ જાણકારીના અભાવમાં કરે છે.

સોના- ચાંદી અને રૂપિયાની જેમ જમીન રાખવાની પણ એક લિમિટ નક્કી કરવામાં આવી છે. જો તમારી પાસે એક નિશ્ચિત લિમિટ કરતા વધારે જમીન મળે છે, તો તમારા પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

આપને જણાવીએ કે આપણા દેશમાં ખેતી યોગ્ય જમીન કેટલી લિમિટ સુધી રાખી શકાય છે, તેને લઈને કોઈ કાયદો નથી. પરંતુ દેશભરમાં દરેક રાજ્યોએ જમીન રાખવાની એક નિશ્ચિત લિમિટ નક્કી કરી રાખી છે, એટલા માટે એવું નથી કે તમે 100 એકર અને 1000 એકર જમીન ખરીદી રાખી શકો છો. પરંતુ ભારતમાં જમીન ખરીદવાની મહત્તમ લિમિટ બધા રાજ્યોમાં અલગ-અલગ છે. પૂરા દેશમાં જમીન રાખવા માટે એક સરખો કાયદો નથી.

જમીનની લિમિટ નક્કી છે?

ભારતમાં જમીનદારી પ્રથા નાબૂદ કર્યા પછી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આ અધિકાર આપી દીધો છે. દેશમાં વ્યક્તિ ઈચ્છે તેટલી જમીન ધરાવી શકતો નથી. ભારતમાં જમીન ખરીદવાની લિમિટ વિવિધ રાજ્યોની ભૌગોલિક સ્થિતિ અનુસાર નક્કી કરવામાં આવી છે. દરેક રાજ્યોએ ખેતીલાયક જમીનની લિમિટ નક્કી કરી છે. આ માટે આખા દેશમાં એક સમાન કાયદો નથી.

ક્યારે આવ્યો હતો આ કાયદો?

જમીન સુધારો અધિનિયમ 1954 દેશમાં જમીનદારી પ્રથાને નાબુદ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. આ અધિનિયમ આવ્યા બાદ દરેક રાજ્યોના જમીન રાખવા મુદ્દે નિયમ અલગ-અલગ છે. કેરળમાં, લેન્ડ એમેન્ડમેન્ટ એક્ટ 1963 હેઠળ, અપરિણીત વ્યક્તિ ફક્ત 7.5 એકર સુધીની જમીન ખરીદી શકે છે. તે જ સમયે, 5 સભ્યોનો પરિવાર 15 એકર સુધીની જમીન ખરીદી શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

મહારાષ્ટ્રમાં ખેતીલાયક જમીન તે જ ખરીદશે જેઓ પહેલેથી જ ખેતી કરતા હોય. અહીં મેક્સિમમ લિમિટ 54 એકર છે. પશ્ચિમ બંગાળમાં વધુમાં વધુ 24.5 એકર જમીન ખરીદી શકાય છે. તે જ સમયે, બિહારમાં તમે 15 એકર સુધીની ખેતીની જમીન ખરીદી શકો છો.

કાયદો અલગ-અલગ કેમ?

હિમાચલ પ્રદેશમાં 32 એકર જમીન ખરીદી શકાય છે. કર્ણાટકમાં 54 એકર જમીન ખરીદી શકાય છે અને અહીં પણ મહારાષ્ટ્રનો નિયમ લાગૂ છે. ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિ મહત્તમ 12.5 એકર ખેતી યોગ્ય જમીન ખરીદી શકે છે.

દેશમાં દરેક રાજ્યોને એટલા માટે જમીન બનાવવાનો કાયદો આપવામાં આવ્યો છે, કારણ કે તેમની ભૌગોલિક સ્થિતિ અલગ છે. સ્થાનિક નિવાસી, આદિવાસી ભૂમિ, લાલ ડોરાની જમીન ઘણા પ્રકારની જમીન સરકારની પાસે છે, જેના પર રાજ્ય સરકારોને હક આપવામાં આવ્યો છે.

WhatsApp Group Join Now

Leave a Comment