આપણી આસપાસ અનેક લોકો વધારે વજનથી પરેશાન હોય છે. જોકે કેટલાક લોકો એવા હોય છે જે ખુદના પાતળા શરીરને લઈને ચિંતિત રહે છે. આવા લોકો પોતાનું વજન વધારવા માટે અનેક ઉપાયો પણ કરતા હોય છે.
અમુક જણ પાતળા લોકોની મજાક પણ ઉડાવતા હોય છે, જેના કારણે તેમનો કોન્ફિડન્સ લેવલ પણ ખૂબ ઓછો થઈ જાય છે. જો તમે પણ તમારા પાતળાપણાને લઈ ચિંતિત રહો છો અને તમારી પર્સનાલિટીને સુધારવા માંગતા હોવ તો અમે તમારા માટે એક ડાયટ પ્લાન લઈને આવ્યા છીએ જેને તમે આસાનીથી ફોલો કરી શકો છો.
સંતુલિત આહાર
પાતળા લોકોએ સૌ પહેલા તો તેમની લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરવો જોઈએ. તેમને પોતાના આહારને સંતુલિત કરવો જોઈએ અને પોતાની દિનચર્યામાં કસરતનો પણ સમાવેશ કરવો. જેમાં દરરોજ ઓછામાં ઓછા 7-9 કલાક ઊંઘનો પણ સમાવેશ થાય છે. એનાથી મસલ્સ રિકવરીની સાથે ગ્રોથ પણ થશે. તમારે જમવાનો સમય પણ ફિક્સ કરવો. દર બે કલાકે કંઈક હેલ્થી ખાતા રહો.

વિવિધ ફૂડ
તમે ડાયટમાં વિવિધ પ્રકારના ફૂડનો સમાવેશ કરી શકો છો, જેમ કે કાર્બોહાઇડ્રેટ્સ અને હેલ્થી ફેટ. તમારા ભોજનમાં ચોખા, બટાકા, અનાજ, ઘી, માખણ, બદામ વગેરેનો સમાવેશ કરવો જોઈએ.
તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો પણ સમાવેશ કરવો જોઈએ. જેમાં તમે ઈંડા, ચિકન, ચીઝ, કઠોળ, સોયા, માછલી, દૂધ જેવી વસ્તુઓ ખાઈ શકો છો. વજન વધારવા માટે ડેરી પ્રોડક્ટનો પણ સમાવેશ કરવો જોઈએ.
કસરત
પાતળા લોકોએ તેમના રોજિંદા જીવનમાં કસરતનો સમાવેશ કરવો જોઈએ. જો તમે પાતળા છો તો તમે જીમમાં જઈ શકો છો, યોગ કરી શકો છો અથવા કોઈપણ પ્રકારની કસરત કરી શકો છો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કસરત કરવાથી તમારી મસલ્સ ખૂબ ઝડપથી વધશે. તો પાતળા લોકોએ દોડવા અને સાયકલ ચલાવવા જેવી વધુ પડતી કસરતો ન કરવી જોઈએ. તે ખૂબ જ ઝડપથી વજન ઘટાડે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










