ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના સંબંધનો અંત આવી ગયો છે. બાંદ્રા ફેમિલી કોર્ટે બંનેના છૂટાછેડાની અરજીને મંજૂરી આપી દીધી છે. બોમ્બે હાઈકોર્ટે પણ આ પ્રક્રિયાને ઝડપી કરવા માટે ‘કૂલિંગ-ઓફ’ પીરિયડ માફ કરવાની મંજૂરી આપી દીધી હતી.
છૂટાછેડાના સેટલમેન્ટ અંતર્ગત ધનશ્રી વર્માને ચહલ પાસેથી 4.75 કરોડ રૂપિયા એલિમની (ભરણપોષણ) તરીકે મળ્યાં છે.આ રકમ બંનેની સહમતીથી નક્કી થઈ હતી. કોર્ટે આ સમજૂતી પર મંજૂરી આપી અને બંને પક્ષે કોઈ સમસ્યા ન થાય તે નક્કી કર્યું.

એલિમની (ભરણપોષણ) કેવી રીતે નક્કી થાય છે?
ભારતીય કાયદામાં ભરણપોષણ કરવાનો કોઈ ફોર્મ્યુલા નથી. અદાલત કેસના આધારે ભરણપોષણની રકમ નક્કી કરે છે. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે એક કેસમાં સ્પષ્ટ કર્યું હતું કે, એલિમની માત્ર એક પાર્ટનરને સજા આપવા માટે નથી હોતી, પરંતુ તેનો હેતુ આશ્રિત વ્યક્તિની આર્થિક સુરક્ષા નક્કી કરવાનો હોય છે. આ નિર્ણયમાં કોર્ટે મુખ્યત્વે આઠ ફેક્ટર્સ નક્કી કર્યાં હતા.
* બંને પક્ષોની આર્થિક સ્થિતિ
* તેની કમાણીની ક્ષમતા
* લગ્ન દરમિયાન આપવામાં આવેલું યોગદાન
* પત્ની અને બાળકોની જરૂરિયાતો
* પતિની આર્થિક સ્થિતિ અને દેણું
* પત્નીની લગ્ન દરમિયાન જીવનશૈલી
* શું કોઈ પક્ષે પોતાના કરિયર સાથે સમાધાન કર્યું હતું?
* શું પત્ની પાસે પોતાની આવકનું સાધન છે?
શું પુરુષ પણ ભરણપોષણ માંગી શકે છે?
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, ભરણપોષણ માત્ર પત્નીને જ મળે છે. પરંતુ ભારતીય કાયદા અનુસાર, પતિ પણ ભરણપોષણનો દાવો કરી શકે છે. હિન્દુ વિવાહ અધિનિયમ, 1955ની કલમ 24 અને 25 અંતર્ગત પતિ ભરણપોષણ માંગી શકે છે, જો તે સાબિત કરી દે કે તે પત્ની પર આર્થિક રીતે નિર્ભર હતો.
જોકે, આવા કેસમાં કોર્ટ કડકાઈથી તપાસ કરે છે અને પતિએ સાબિત કરવું પડે છે કે, તે કોઈ ગંભીર કારણથી કામ કરી શકતો નહોતો, જેમ કે બિમારી કે વિકલાંગતા.
હાઈ-પ્રોફાઈલ ડિવોર્સ અને એલિમની
* ઋતિક રોશન – સુઝૈન ખાન: રિપોર્ટ્સ અનુસાર, છૂટાછેડાના સેટલમેન્ટમાં આશરે 400 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
* સૈફ અલી ખાન – અમૃતા સિંહ: સૈફને કરોડો રૂપિયાની એલિમની આપવી પડી હતી.
* કરણ મહેતા-નિશા રાવલ: કોર્ટે 1.5 કરોડ રૂપિયામાં સેટલમેન્ટ પાસ કર્યું હતું.
અન્ય દેશોમાં ભરણપોષણ કેવી રીતે નક્કી થાય છે?
* અમેરિકા: કેટલાક રાજ્યોમાં એક નક્કી ફોર્મ્યુલા છે, જ્યારે કેટલાક રાજ્યોમાં જજ અલગ અલગ પરિબળોને ધ્યાનમાં રાખે છે.
* યૂકે: કોર્ટનો મુખ્ય હેતુ એ હોય છે કે, બંને પાર્ટનર્સને છૂટાછેડા પછી પણ યોગ્ય જીવન સ્તર મળી શકે.
* જર્મની અને ફ્રાન્સ: અહીં કેટલાક સમય સુધી નાણાકીય સહાય આપવામાં આવે છે.
* ચીન અને જાપાન: અહીં એલિમની ખુબ ઓછી દેવામાં આવે છે અને સામાન્ય રીતે લમ સમ રકમના રૂપે હોય છે.