ગ્રામીણ વિસ્તારોમાં મરઘાં ઉછેરનો વ્યવસાય રોજગારી અને આવકનો મહત્વનો સ્ત્રોત બની રહ્યો છે. જો કે, સફળ પોલ્ટ્રી ફાર્મ સ્થાપિત કરવા માટે, યોગ્ય સ્થાનની પસંદગી અને પ્રારંભિક રોકાણ જાણવું જરૂરી છે.
પોલ્ટ્રી ફાર્મ બનાવતી વખતે તેને ગામથી વાજબી અંતરે રાખવું જરૂરી છે, જેથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી બચી શકાય.
ગામથી પોલ્ટ્રી ફાર્મનું અંતર
એબીપી લાઈવના અહેવાલ મુજબ, પોલ્ટ્રી ફાર્મ ગામથી 2 થી 5 કિલોમીટરના અંતરે હોવું જોઈએ. ટ્રેક્ટર જંકશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલ્ટ્રી ફાર્મની આસપાસ 500 મીટરના અંતર સુધી કોઈ રહેણાંક વિસ્તાર ન હોવો જોઈએ. ઉપરાંત, નદી, તળાવ, કૂવા વગેરે જેવા મોટા જળ સ્ત્રોતોથી ઓછામાં ઓછું 100 મીટરનું અંતર હોવું જોઈએ.

પોલ્ટ્રી ફાર્મ ખોલવાનો ખર્ચ
પોલ્ટ્રી ફાર્મ ખોલવાની કિંમત ઘણા પરિબળો પર આધારિત છે. તેમાં ફાર્મનું કદ, મરઘીઓની સંખ્યા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થાનનો સમાવેશ થાય છે. Paisa Bazaar.comના એક અહેવાલ મુજબ, નાના પાયે પોલ્ટ્રી ફાર્મ શરૂ કરવા માટે લગભગ રૂ. 50,000 થી રૂ. 1.5 લાખની જરૂર પડે છે.
મધ્યમ કક્ષાના વ્યવસાય માટે, આ રકમ રૂ. 1.5 લાખથી રૂ. 3.5 લાખ સુધીની હોઇ શકે છે, જ્યારે મોટા પાયે ફાર્મ માટે રૂ. 7 લાખ કે તેથી વધુના રોકાણની જરૂર પડી શકે છે.
પોલ્ટ્રી ફાર્મ ખોલવા માટે જગ્યા જરૂરી છે
ચેગ ઈન્ડિયાના અહેવાલ મુજબ, 1000 ચિકન માટે ફાર્મ ખોલવા માટે, ઓછામાં ઓછી 500 ચોરસ ફૂટ જગ્યા જરૂરી છે, જેમાં તેમના ચાલવા, કુદરતી પ્રકાશ અને યોગ્ય વેન્ટિલેશન માટે વધારાની 100 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ.
બિઝ આઈડિયા હિન્દીના રિપોર્ટ અનુસાર, 1000 બ્રોઈલર ચિકન માટે શેડ બનાવવાની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા હોઈ શકે છે, જે શેડના પ્રકાર અને વિસ્તારના આધારે બદલાય છે.
બચ્ચાઓની ખરીદી પાછળ થયેલો ખર્ચ
વધુમાં, 1000 બચ્ચાઓ ખરીદવા માટે લગભગ રૂ. 35,000 (રૂ. 35 પ્રતિ બચ્ચા)નો ખર્ચ થઈ શકે છે. ચારાની ગુણવત્તા અને કિંમતના આધારે 45 દિવસના સમયગાળામાં મરઘીઓ માટેના ચારાની કિંમત આશરે રૂ. 87,500 થી રૂ. 1,05,000 જેટલી હોઇ શકે છે. પોલ્ટ્રી ફાર્મ કામદારોના વેતન, વીજળી, પાણી અને માર્કેટિંગ જેવા અન્ય ખર્ચાઓનો સમાવેશ કરીને રોકાણની કુલ રકમ વધી શકે છે.
સરકારી સહાય અને સબસિડી
ઝી બિઝનેસના અહેવાલ મુજબ, સરકાર મરઘાં ઉછેરને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ દ્વારા સબસિડી અને નાણાકીય સહાય પૂરી પાડે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
બિહારમાં ઇન્ટિગ્રેટેડ પોલ્ટ્રી ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ લેયર અને બ્રોઇલર પોલ્ટ્રી ફાર્મ સ્થાપવા માટે સરકાર દ્વારા 3 લાખથી 40 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ યોજના હેઠળ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને 50% સુધી સબસિડી મળે છે, જ્યારે સામાન્ય શ્રેણી માટે તે 30% છે.