સવારે જાગીને સૌથી પહેલા ચા પીવાની આદત 99% લોકોને હોય છે. જોકે સ્વાસ્થ્ય નિષ્ણાંતો એવું કહે છે કે સવારે જાગીને ખાલી પેટ ડાયરેક્ટ ચા પી લેવી નુકસાનકારક હોઈ શકે છે.
જો નિયમિત રીતે ખાલી પેટ ચા પી લેવામાં આવે તો એસિડિટી, ગેસ અને મેટાબોલિઝમ સંબંધિત સમસ્યા થાય છે. આ સિવાય ચા પીવાથી ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. જો કે તેનો મતલબ એવો નથી કે તમે ચા પીવાનું છોડી દો.

નિષ્ણાંતો જણાવે છે કે જો તમને સવારે ચા વિના ન ચાલતું હોય તો ચા યોગ્ય રીતે પીવાનું રાખો. તો તે નુકસાન નહીં કરે. જેમ કે સવારે જાગીને કેટલીવાર પછી ચા પીવી, ચા પીધા પહેલા શું ખાવું કે પીવું જોઈએ ? જો આ બે વસ્તુનું ધ્યાન રાખી લેવામાં આવે તો ચા પીવાથી થતી આડઅસરોથી બચી શકાય છે.
સવારે જાગીને ચા પીવાનો યોગ્ય સમય
રાત્રે સુતા પછી શરીર કલાકો સુધી પાણી કે ભોજન વિના રહે છે. ઊંઘ દરમિયાન ડાયજેશન પ્રોસેસ સ્લો થઈ ગઈ હોય છે અને એસિડ લેવલ વધી જાય છે. તેવામાં સવારે જાગીને તુરંત ખાલી પેટ ચા પીવામાં આવે તો પેટમાં એસિડ અને ઘણું વધી જાય છે જેના કારણે ગેસ બળતરા અને અપચો પણ થઈ શકે છે.
સવારે જાગીને દૂધવાળી ચા પીવી વધારે નુકસાનકારક છે. કારણ કે તેનાથી શરીરની ઇમ્યુનિટીને પણ અસર થાય છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે સવારમાં ચા પીધા વિના ન ચાલતું હોય તો જાગીને તુરંત ચા પીવાને બદલે ઓછામાં ઓછી 30 કે 45 મિનિટ પછી ચા પીવાનું રાખો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ સમય દરમિયાન શરીરને હાઇડ્રેટ કરવા માટે પહેલાં હુંફાળું પાણી અથવા તો લીંબુ વાળું પાણી પીવાનું રાખો. સિસ્ટમ એક્ટિવ થઈ જશે અને એને શરીરના ટોક્સિન પણ બહાર નીકળી જશે.
ચા પીતા પહેલા શું ખાવું ?
જો તમે ઈચ્છો છો કે રોજ તમે દૂધવાળી ચા પીવો અને શરીરને નુકસાન પણ ન થાય તો ચા પીતા પહેલા હળવો નાસ્તો કરી લો. સવારે જાગીને 30 મિનિટનો બ્રેક આપો એ દરમિયાન સૌથી પહેલાં પાણી પીવો. ત્યાર પછી પલાળેલી બદામ, પલાળેલા અખરોટ, મખાના જેવી વસ્તુ થોડી માત્રામાં ખાઈ લેવી. ત્યારબાદ 15 મિનિટ પછી ચા પીવાથી શરીરને નુકસાન નહીં થાય.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.