× Special Offer View Offer

શું તમે જાણો છો વોશિંગ મશીનમાં એકસાથે કેટલા કપડાં ધોવા જોઈએ? 90% લોકો કરે છે આ ભૂલ…

WhatsApp Group Join Now

વૉશિંગ મશીનમાં એક સમયે કેટલા કપડાં ધોવા તે મશીનની ક્ષમતા પર આધાર રાખે છે. ચાલો જાણીએ મશીનને કેવી રીતે સાચવીને ઉપયોગ કરવો અને યોગ્ય લોડ કેટલો હોવો જોઈએ?

વૉશિંગ મશીન

પહેલા લોકો હાથથી જ કપડાં ધોતાં હતા. પણ હવે ટેકનોલોજીના વિકાસથી લગભગ દરેક ઘરમાં વૉશિંગ મશીન આવી ગયું છે. પહેલા જ્યાં કપડાં ધોવામાં સમય અને મહેનત વધારે લાગતી હતી, હવે મશીનની મદદથી મહેનત પણ ઓછી લાગી રહી છે અને સમય પણ બચી રહ્યો છે.

બજારમાં વિવિધ પ્રકારના મશીન ઉપલબ્ધ છે, જેમાં કેટલાક ઓટોમેટિક અને ઘણાં સેમી ઓટોમેટિક છે. તેમનો લોડ પણ અલગ-અલગ હોય છે અને તેના ફીચર્સ પણ જુદા હોય છે.

એક વખતમાં કેટલા કપડાં ધોઈ શકાય?

કોઈ પણ વસ્તુનો ઉપયોગ કેટલો કરી શકાય તે તેની ક્ષમતા પર આધાર રાખે છે. એ જ રીતે, વૉશિંગ મશીનમાં એક સમયે કેટલા કપડાં ધોઈ શકાય તે પણ મશીનની ક્ષમતા ઉપર આધારિત છે. એટલે કે તમારૂ મશીન કેટલા કિલોગ્રામની ક્ષમતા ધરાવે છે એ મુજબ તમે તેમાં કપડાં ધોઈ શકો છો.

કિલોગ્રામ મુજબ કપડાં ધોવાની ક્ષમતા

જો તમારૂ મશીન 6 કિલોગ્રામ ક્ષમતા ધરાવે છે, તો તમે તેમાં 8થી 10 હળવા કપડાં ધોઈ શકો છો જેમ કે શર્ટ, ટી-શર્ટ વગેરે. જો તમારૂ મશીન 9 કિલોગ્રામ કે તેથી વધારે ક્ષમતા ધરાવે છે, તો તમે 14 થી 16 કપડાં ધોઈ શકો છો જેમાં ભારે કપડાં પણ શામેલ હોઈ શકે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

જ્યારે તમે વૉશિંગ મશીનમાં કપડાં ધોવો છો, ત્યારે મશીનને પૂરું ભરી દેવું નહીં. હંમેશા થોડી જગ્યા ખાલી રાખવી. કપડાં નાખતી વખતે હાથ વડે ચેક કરો કે જગ્યા છે કે નહીં. જો જગ્યા ન હોય તો થોડા કપડાં કાઢી લો.

મશીન પર લોડ વધી શકે

એ રીતે ન તો કપડાં સારી રીતે ધોઈ શકાય છે અને ન તો મશીનની કામગીરી સારી રહે છે. જો તમે મશીનની ક્ષમતા કરતાં વધુ કપડાં નાખો તો મશીન પર લોડ વધી શકે છે અને મશીન વહેલી તકે ખરાબ થઈ શકે છે. સાથે સાથે તમારા કપડાં પણ સારી રીતે ધોવાતા નથી. તેથી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

WhatsApp Group Join Now

Leave a Comment