વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની ઘડી નજીક આવી રહી છે. એટલે કે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં સ્કૂલ અને બોર્ડની પરીક્ષાઓ યોજાશે. એવામાં દરેક વિદ્યાર્થી એ વિચારે છે કે આખા વર્ષમાં તેને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે કેટલા દિવસ મળે છે અને આખા વર્ષમાં સ્કૂલમાં કેટલી રજાઓ હોય છે.
આપને જણાવી દઈએ કે, 365 દિવસના વર્ષમાં અનેક પ્રકારની રજાઓ આવે છે, જેમ કે સાપ્તાહિક રજા (રવિવાર), ઉનાળાનું વેકેશન, દિવાળીનું વેકેશન, તહેવારની રજા અને પરીક્ષા દરમિયાન મળતી રજા. ચાલો જાણીએ આખા વર્ષમાં વિદ્યાર્થીઓ કેટલાક દિવસ સ્કૂલે જાય છે અને અભ્યાસ કરે છે.

52 રવિવારની રજા
આપણે જાણીએ છીએ કે એક વર્ષમાં કુલ 365 દિવસ હોય છે. દર અઠવાડિયે રવિવારની રજા હોય છે. એક વર્ષમાં 52 રવિવાર હોય છે, એટલે કે 52 દિવસ તો રજામાં જ ગયા.
શિયાળા-ઉનાળા અને બોર્ડની પરીક્ષા દરમિયાનની રજા
ઉનાળામાં મે-જૂન મહિનામાં સ્કૂલોમાં લગભગ 45 દિવસની રજા હોય છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં શિયાળાના કારણે કેટલીક સ્કૂલોમાં લગભગ 15 દિવસની રજા આપવામાં આવે છે. બોર્ડની પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા દરમિયાન પણ 15થી 20 દિવસની રજા મળી જ જાય છે. આની એવરેજ 17 માનીને ચાલીએ.
અચાનક મળતી રજા
ઘણીવાર શાળા વહીવટીતંત્ર સ્થાનિક રજાઓ પણ આપે છે, જેમ કે: અચાનક ખરાબ હવામાનને કારણે રજાઓ, ચૂંટણી દરમિયાન શાળાઓ બંધ રહે છે, આંતરિક પ્રોગ્રામને કારણે પણ કેટલીકવાર શાળાઓ બંધ રહે છે. આ બધાની અંદાજે 8 દિવસની રજાઓ હોય છે.
ધાર્મિક તહેવારની રજાઓ
જાન્યુઆરી 2025 – 4 દિવસ
- 6 જાન્યુઆરી – ગુરુ ગોવિંદ સિંહ જયંતી
- 14 જાન્યુઆરી – પોંગલ, ઉત્તરાયણ
- 17 જાન્યુઆરી – ગુરુ ગોબિંદ સિંહ જયંતી
- 26 જાન્યુઆરી – ગણતંત્ર દિવસ
ફેબ્રુઆરી 2025 – 4 દિવસ
- 2 ફેબ્રુઆરી – વસંત પંચમી
- 19 ફેબ્રુઆરી – શિવાજી મહારાજ જયંતી
- 24 ફેબ્રુઆરી – ગુરુ રવિદાસ જન્મ જયંતી
- 26 ફેબ્રુઆરી – મહાશિવરાત્રી
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
માર્ચ 2025 – 5 દિવસ
- 13 માર્ચ – હોલિકા દહન
- 14 માર્ચ – ધુળેટી
- 28 માર્ચ – જમાત ઉલ-વિદા
- 30 માર્ચ – ગુડી પડવા
- 31 માર્ચ – રમઝાન ઈદ
અપ્રિલ 2025 – 3 દિવસ
- 6 એપ્રિલ – રામ નવમી
- 10 એપ્રિલ – મહાવીર જયંતી
- 18 એપ્રિલ – ગુડ ફ્રાઈડે
મે 2025 – 1 દિવસ
- 12 મે – બુધ પૂર્ણિમા
જૂન 2025 – 1 દિવસ
- 7 જૂન – બકરી ઈદ/ઈદ ઉલ-અઝહા
જુલાઈ 2025 – 1 દિવસ
- 6 જુલાઈ – મોહરમ, આશૂરા
ઓગસ્ટ 2025 – 4 દિવસ
- 9 ઓગસ્ટ – રક્ષા બંધન
- 15 ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ
- 16 ઓગસ્ટ – જન્માષ્ટમી
- 27 ઓગસ્ટ – ગણેશ ચતુર્થી
સપ્ટેમ્બર 2025 – 3 દિવસ
- 5 સપ્ટેમ્બર – ઓણમ, ઈદ-એ-મિલાદ
- 29 સપ્ટેમ્બર – મહાસપ્તમી
- 30 સપ્ટેમ્બર – મહાઅષ્ટમી
ઓક્ટોબર 2025 – 7 દિવસ
- 1 ઓક્ટોબર – મહાનવમી
- 2 ઓક્ટોબર – મહાત્મા ગાંધી જયંતી, દશેરા
- 7 ઓક્ટોબર – મહર્ષિ વાલ્મીકી જયંતી
- 10 ઓક્ટોબર – કરક ચતુર્તથી
- 20 ઓક્ટોબર – દિવાળી
- 22 ઓક્ટોબર – ગોવર્ધન પૂજા
- 23 ઓક્ટોબર – ભાઈ બીજ
નવેમ્બર 2025 – 2 દિવસ
- 5 નવેમ્બર – ગુરુ નાનક જયંતી
- 24 નવેમ્બર – ગુરુ તેગ બહાદુરનો શહીદ દિવસ
ડિસેમ્બર 2025 – 1 દિવસ
- 25 ડિસેમ્બર – ક્રિસમસ
કુલ રજાઓ
રજાનો પ્રકાર | કુલ દિવસ |
રવિવાર | 52 |
ઉનાળાનું વેકેશન | 45 |
શિયાળાની રજાઓ | 15 |
બોર્ડ/વાર્ષિક પરીક્ષાના કારણે રજાઓ | 17 |
રાષ્ટ્રિય અને ધાર્મિક રજાઓ | 36 |
અન્ય રજાઓ | 8 |
કુલ રજાઓ | 173 |
એક વિદ્યાર્થી 192 દિવસ શાળામાં જઈને કરે છે અભ્યાસ
આ ગણતરી પરથી સ્પષ્ટ થાય છે કે એક વિદ્યાર્થીની પાસે શાળાએ જઈને અભ્યાસ કરવા માટે વર્ષમાં અંદાજે 192 દિવસ હોય છે, જ્યારે વિવિધ રજાઓના કારણે શાળાઓ 173 દિવસ બંધ રહે છે.
આપને જણાવી દઈએ કે, આ રજાઓના ઘણા કારણો છે જેમ કે રાષ્ટ્રીય તહેવારો, પ્રાદેશિક તહેવારો અને ધાર્મિક કાર્યક્રમો. દરેક રાજ્યમાં જુદા જુદા દિવસે પ્રાદેશિક રજાઓ હોય છે. તેમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલ પ્રાદેશિક અને રાજ્ય-વિશિષ્ટ રજાઓનો સમાવેશ થાય છે. આ સિવાય દર રવિવારે પણ શાળાઓમાં રજા હોય છે.
(નોંધ: આ ગણતરી સરેરાશ ધોરણો પર આધારિત છે, અલગ-અલગ શાળાઓ અને બોર્ડ અનુસાર રજાઓની સંખ્યા થોડી અલગ હોઈ શકે છે.)