તમને જણાવી દઈએ કે ACનું કોમ્પ્રેસર જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વનું તેનું ફિલ્ટર પણ છે. જો ACનું ફિલ્ટર સ્વચ્છ હશે તો તમને રૂમમાં સારી ઠંડક મળશે. ગંદુ ફિલ્ટર હવાના પ્રવાહને અવરોધે છે, જેના કારણે AC ઓછી ઠંડી હવા ફેંકે છે.
આ ઉપરાંત, તેનાથી કોમ્પ્રેસર પર પણ વધુ ભાર પડે છે, પરિણામે વીજળીનું બિલ પણ વધી શકે છે. જો લાંબા સમય સુધી ગંદા ફિલ્ટરવાળા ACનો ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યમાં ACની કાર્યક્ષમતા પણ ઘટી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો તમે દરરોજ ૪ થી ૬ કલાક ACનો ઉપયોગ કરો છો, તો તમારે દર ૭ થી ૮ અઠવાડિયામાં તેનું ફિલ્ટર સાફ કરવું જોઈએ.
જો તમે દિવસમાં ૧૦ થી ૧૨ કલાક કે તેથી વધુ સમય માટે ACનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે દર ૪ થી ૬ અઠવાડિયામાં ફિલ્ટર સાફ કરવું વધુ સારું રહેશે.
AC ફિલ્ટર સાફ કરવાની રીત ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં ACનો પાવર સપ્લાય બંધ કરી દો. હવે ACના ઇન્ડોર યુનિટનો ઉપરનો ભાગ ખોલો. ત્યારબાદ AC ફિલ્ટરને બહાર કાઢો અને તેને પાણીથી સારી રીતે સાફ કરો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ફિલ્ટરને સાફ કર્યા પછી તેને થોડા સમય માટે તડકામાં સૂકવવા દો. જ્યારે ફિલ્ટર સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે તેને ફરીથી ACમાં લગાવી દો.
આ રીતે નિયમિત રીતે AC ફિલ્ટર સાફ કરવાથી તમારા ACની કાર્યક્ષમતા જળવાઈ રહેશે, ઠંડક સારી મળશે અને વીજળીનું બિલ પણ નિયંત્રણમાં રહેશે.