એક પરિવારના કેટલા સભ્યો આયુષ્માન કાર્ડ બનાવી શકે? અરજી કરતા પહેલા જાણો લો આ નિયમો…

WhatsApp Group Join Now

ભારત સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં અમુક જૂની યોજનાઓમાં સુધારો વધારો પણ કરવામાં આવતો હોય છે. આ લિસ્ટમાં આયુષ્માન ભારત યોજના નામની એક યોજના પણ છે. જેમાં સૌપ્રથમ તો પાત્ર લોકોનું આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે.

તમે આ કાર્ડ દ્વારા તમારી સારવાર મફતમાં કરાવી શકો છો. જેમાં તમને દર વર્ષે 5 લાખ રૂપિયાનો લાભ મળે છે, જેનો અર્થ એ કે તમે દર વર્ષે 5 લાખના કિંમતની મફત સારવાર મેળવી શકો છો, પરંતુ એક પરિવારમાં કેટલા લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકે છે? નિયમ શું કહે છે તે વિશે જાણીએ.

કોણ છે પાત્ર?

આ યોજનામાં એક પરિવારમાં ગમે તેટલા લોકો પાત્ર હોઈ શકે છે. એના માટે કોઈ પાત્રતા યાદી નથી કારણ કે જે લોકો પરિવારમાં લાયક છે તેઓ અરજી કરીને આયુષ્માન કાર્ડ બનાવી શકે છે. એના માટે તમારે ફક્ત ચેક કરાવવાનું રહેશે કે તમે આ યોજના માટે લાયક છો કે નહીં.

આ રીતે કરો ચેક

(1) તમારું આયુષ્માન કાર્ડ બની શકે છે નહીં તે જાણવા માટે, તમારે સત્તાવાર વેબસાઇટ https://pmjay.gov.in/ ની મુલાકાત લેવી પડશે.

(2) અહીંયા તમે તમારે “Am I Eligible” વાળા ઓપ્શન પર ક્લિક કરવું પડશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

(3) પછી તમારે અમુક માહિતી ભરવાની રહેશે જેના પછી તમે જાણી શકશો કે તમે આયુષ્માન કાર્ડ મેળવવા માટે લાયક છો કે નહીં.

આ રીતે આયુષ્માન કાર્ડ બનાવવું

  1. જો તમે પણ આયુષ્માન કાર્ડ બનાવવા માંગતા હોવ તો તમે આ માટે તમારા નજીકના CSC સેન્ટર પર જઈ શકો છો.
  2. તમારે અહીંયા જઈને સંબંધિત અધિકારીને મળવું.
  3. અધિકારી દ્વારા તમારી યોગ્યતા તપાસવામાં આવશે અને પછી તમારા દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવશે.
  4. બધું બરાબર હોવા પર તમારી અરજી પર આગળની પ્રોસેસ કરવામાં આવશે.
  5. જો તમે ઇચ્છો તો તમે જાતે ઓનલાઈન અરજી કરીને પણ આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.
  6. એના માટે તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmjay.gov.in/ ની મુલાકાત લેવી પડશે.
WhatsApp Group Join Now

Leave a Comment