× Special Offer View Offer

એર હોસ્ટેસ સેલેરી: ગ્લેમરસ લાઇફની સાથે મોટી કમાણી, ભારતમાં એર હોસ્ટેસને કેટલો પગાર મળે? અહીં જાણો…

WhatsApp Group Join Now

Air Hostess Salary: ભારતમાં ઘણા લોકો જાણતા નથી કે દેશમાં એર હોસ્ટેસનો પગાર કેટલો હોય છે. જો લોકોને તેની જાણકારી મળી જાય તો પછી એર હોસ્ટેસની નોકરી મેળવવા માટે હોડ મચી જશે.

એવિએશન ઈન્ડસ્ટ્રીમાં એર હોસ્ટેસનું કરિયર હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તે ન માત્ર રોમાંચક છે, પરંતુ તેમાં આકર્ષક પગાર પણ મળે છે. આ રિપોર્ટમાં અમે તમને ભારતમાં એર હોસ્ટેસનો પગાર, તેના પર પ્રભાવ પાડનાર કારણો, જરૂરી યોગ્યતા અને કરિયરની સંભાવનાઓ પર વિસ્તૃત જાણકારી આપીશું.

કઈ રીતે મળે છે એર હોસ્ટેસને પગાર

અનુભવઃ એર હોસ્ટેસનો પગાર અનુભવ સાથે વધે છે. એક ફ્રેશર એર હોસ્ટેસનો પગાર અને એક અનુભવી એર હોસ્ટેસના પગારમાં અંતર હોય છે.

એરલાઇનની કેટેગરીઃ સરકારી અને ખાનગી એરલાયન્સમાં પગાર પેકેજમાં અંતર હોય છે. આ સિવાય ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં પણ પગારમાં તફાવત હોય છે.

સ્થાનઃ મેટ્રો શહેરમાં કામ કરનાર એર હોસ્ટેસને નાના શહેરોની તુલનામાં વધુ પગાર મળે છે.

શૈક્ષણિક યોગ્યતા અને કૌશલઃ ઉચ્ચ શિક્ષણ, વિદેશી ભાષાઓનું જ્ઞાન અને સારી કમ્યુનિકેશન સ્કિલ્સ પગારને પ્રભાવિત કરે છે.

ભારતમાં એર હોસ્ટેસનો પગાર

શરૂઆતી પગારઃ એક રિપોર્ટ અનુસાર ભારતમાં એક ફ્રેશર એર હોસ્ટેસનો પગાર લગભગ 5 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયા વાર્ષિક હોય છે.

માસિક પગારઃ ગ્લાસડોર વેબસાઇટ અનુસાર ભારતમાં ફ્લાઇટ અટેન્ડેન્ટનો માસિક એવરેજ પગાર 1.56 લાખ રૂપિયા હોય છે.

સરકારી એરલાઇન્સ: સરકારી એરલાઇન્સમાં, એર હોસ્ટેસનો માસિક પગાર 40,000 થી 50,000 રૂપિયા સુધી હોય છે.

અનુભવ સાથે વધારો: ત્રણ વર્ષના અનુભવ પછી, એર હોસ્ટેસનો પગાર દર મહિને 1 લાખ રૂપિયાથી 1.5 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

આંતરરાષ્ટ્રીય એરલાઇન્સમાં પગાર

આંતરરાષ્ટ્રીય એરલાઇન્સમાં એર હોસ્ટેસનો પગાર વધુ હોય છે, જે દર મહિને 2 લાખ રૂપિયાથી 3 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે. આ ઉપરાંત, તેમને મુસાફરી ભથ્થું, આરોગ્ય વીમો અને અન્ય સુવિધાઓ જેવા અન્ય લાભો પણ મળે છે.

બીજા લાભ અને સુવિધાઓ

પગાર સિવાય એર હોસ્ટેસને ઘણા અન્ય ભથ્થા મળે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

મુસાફરી ભથ્થું: સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે વધારાના ભથ્થાં
આરોગ્ય વીમો: આરોગ્ય વીમો અને તબીબી સુવિધાઓ
ડિસ્કાઉન્ટેડ મુસાફરી: પરિવાર અને મિત્રો માટે ડિસ્કાઉન્ટ દરે મુસાફરી સુવિધા
પ્રમોશન અને કારકિર્દી વૃદ્ધિ: સમય જતાં વરિષ્ઠ હોદ્દા અને મેનેજમેન્ટ ભૂમિકાઓમાં પ્રમોશનની તકો

એર હોસ્ટેસ બનવા માટે જરૂરી યોગ્યતાઓ

શૈક્ષણિક યોગ્યતાઃ કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ 12 પાસ હોવું જરૂરી છે.
ઉંમર મર્યાદાઃ સામાન્ય રીતે 18થી 26 વર્ષ વચ્ચે
શારીરિક માપદંડઃ લઘુત્તમ ઊંચાઈ 155 સેમી, ઊંચાઈના પ્રમાણમાં વજન, દ્રષ્ટિ 6/6 અથવા સુધારેલી
ભાષા કૌશલ્ય: અંગ્રેજી અને હિન્દીમાં નિપુણતા, વિદેશી ભાષાઓનું જ્ઞાન ફાયદાકારક છે
અન્ય કૌશલ્ય: ઉત્તમ વાતચીત કૌશલ્ય, ટીમ વર્ક, સમસ્યા હલ કરવાની ક્ષમતા અને આકર્ષક વ્યક્તિત્વ

કરિયરમાં પ્રમોશન

એર હોસ્ટેસના રૂપમાં કરિયરની શરૂઆત બાદ અનુભવ અને પરફોર્મંસના આધાર પર વિવિધ પ્રમોશનની તક ઉપલબ્ધ છે.

સીનિયર ફ્લાઇટ અટેન્ડેન્ટઃ કેટલાક વર્ષોના અનુભવ બાદ

ઇન-ફ્લાઇટ મેનેજર/કેબિન સર્વિસ મેનેજરઃ ટીમ લીડરશિપ અને મેનેજમેન્ટ રોલ્સ
ગ્રાઉન્ડ ડ્યુટીઝઃ ટ્રેનિંગ, રિક્રૂટમેન્ટ, કસ્ટમર સર્વિસ મેનેજમેન્ટ વગેરેમાં તક
કોર્પોરેટ રોલ્સઃ સેલ્સ, માર્કેટિંગ, પબ્લિક રિલેશન અને અન્ય વિભાગમાં બદલી.

WhatsApp Group Join Now

Leave a Comment