આપણે બધા જાણીએ છીએ કે દેશનું બંધારણ દરેક નાગરિકને સમાન અધિકાર અને ન્યાયપૂર્ણ જીવન જીવવાની ગેરંટી આપે છે. પરંતુ અનેકવાર કાયદાની યોગ્ય જાણકારીના અભાવે આપણે અજાણતા એવા કામ કરી બેસીએ છીએ કે જે ગેરકાયદેસર હોય છે.
એ જ રીતે એક કાયદો છે જમીન અંગેનો કાયદો. જી હા. જમીન સંલગ્ન કેટલાક નિયમો એવા છે કે જેનો લોકો જાણે અજાણ્યે ભંગ કરી બેસે છે.

આપણામાંથી કેટલા લોકોને ખબર હશે કે તમે ઈચ્છો એટલી જમીન ખરીદીને પોતાના નામ પર રાખી શકો નહીં. એક વ્યક્તિ કેટલીક જમીન પોતાના નામ પર ખરીદી શકે તેના વિશે પણ કાયદો છે. આ માહિતી ખાસ જાણવી જરૂરી છે.
જમીનમાં લોકો કરે છે રોકાણ
ભારતમાં લોકોની બચત અને રોકાણ કરવાની આદત જૂની છે. લોકો હંમેશાથી સોના, ચાંદી ઉપરાંત જમીન અને પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું માને છે. ખાસ કરીને ખેતી યોગ્ય જમીનને લોકો ભવિષ્યની આવકવાળી સંપત્તિ માને છે. કારણ કે તેની કિંમત સમય સાથે વધતી જાય છે.
પરંતુ શું તમે વિચાર્યું છે કે પછી તમે જાણો છો કે ભારતમાં કૃષિ યોગ્ય જમીન ખરીદવાની પણ એક મર્યાદા બાંધેલી છે? જી હા. આપણા દેશમાં દરેક રાજ્ય પ્રમાણે આ મર્યાદા અલગ અલગ હોય છે અને તેના નિયમોની અવગણના કરવા બદલ કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
કૃષિ યોગ્ય જમીનની મર્યાદા
શું ખરેખર તમે એ વાત જાણો છો કે આપણા દેશમાં કૃષિ યોગ્ય જમીન ખરીદવા માટે કોઈ એક સમાન મર્યાદા નથી? જો કે કેન્દ્ર સરકાર પર એવી કોઈ બાધ્યતા નથી પરંતુ તેનાથી ઉલ્ટું દરેક રાજ્યએ પોત પોતાની ભૌગોલિક સ્થિતિ અને સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જમીન ખરીદવા માટે એક મર્યાદા નક્કી કરેલી છે અને જો કોઈએ પોતાના રાજ્યના આ નિયમોનો ભંગ કર્યો તો કાર્યવાહી થઈ શકે છે.
જી હા. તમે મનમાની રીતે ક્યારેય જમીન ખરીદી શકો નહીં. તમે તમારા રાજ્યના કાયદાની નિર્ધારિત મર્યાદા જેટલી જ જમીન ખરીદી શકો છો.
જમીનદારી પ્રથાનો અંત
અસલમાં દેશમાં જમીનદારી પ્રથાને સમાપ્ત કરવા માટે જ વર્ષ 1954માં ભૂમિ સુધાર અધિનિયમ લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાં ટાઈમ ટુ ટાઈમ સંશોધન પણ કરાયા.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ કાયદા મુજબ રાજ્યોને એ પણ અધિકાર છે કે તેઓ પોતાની ભૌગોલિક સ્થિતિ મુજબ ખેતીની જમીન રાખવાની મર્યાદા નક્કી કરી શકે છે. આ જ કારણ છે કે દેશના દરેક રાજ્ય માટે અલગ અલગ જમીન રાખવાની મર્યાદા છે. આ નિયમ જમીનવિહોણા ખેડૂતોને લાભ આપવા માટે અને જમીનનું સમાન વિતરણ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.
નિર્ધારિત મર્યાદા કરતા વધુ ખરીદી ગુનો
દરેક રાજ્યમાં ખેતી યોગ્ય જમીન રાખવાની મહત્તમ મર્યાદા નક્કી કરાઈ છે. પરંતુ જો કોઈ વ્યક્તિ સીમા મર્યાદા કરતા વધુ જમીનની ખરીદી કરે કે પછી પોતાના નામ પર રાખે તો તે કાનૂની અપરાધની શ્રેણીમાં આવે છે. આવા કેસોમાં રાજ્યના કાયદા પ્રમાણે દંડની સાથે સાથે જેલની સજા પણ થઈ શકે છે.
જો કે અનેકવાર લોકોને આ નિયમ ખબર હોતો નથી અને અજાણતા જ વધુ જમીન ખરીદીને મુશ્કેલીમાં મૂકાય છે. ત્યારે આવામાં જમીન ખરીદતા પહેલા રાજ્યોના કાનૂન જાણો.
દરેક રાજ્યનો પોતાનો કાયદો છે
કેરળમાં ભૂમિ સંશોધન અધિનિયમ 1963 હેઠળ એક અપરિણીત વ્યક્તિ પોતાની પાસે લગભગ 7.5 એકર સુધી જમીન ખરીદી શકે છે. પરંતુ 5 સભ્યોના એક પરિવારમાં લગભગ 15 એકર સુધી જમીન ખરીદી શકે છે.
મહારાષ્ટ્રમાં ખેતીની જમીન એ જ લોકો ખરીદી શકે છે જે પહેલેથી જ ખેતી કરતા હોય, ત્યાં મહત્તમ મર્યાદા 54 એકરની આસપાસ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં મહત્તમ લગભગ 24.5 એકર જમીન ખરીદી શકાય છે. બિહારની વાત કરીએ તો અહીં લગભગ 15 એકર સુધીની ખેતીલાયક જમીન ખરીદી શકાય છે.
હિમાચલ પ્રદેશમાં 32 એકર આસપાસ જમીન ખરીદી શકો છો. જ્યારે કર્ણાટકમાં લગભગ 54 એકર જમીન ખરીદી શકાય છે. ઉત્તર પ્રદેશમાં જમીન ખરીદીના કાયદાની વાત કરીએ તો અહીં કોઈ પણ વ્યક્તિ મહત્તમ 12.5 એકર ખેતી લાયક જમીન ખરીદી શકે છે. પંજાબમાં લગભગ 16 એકર જમીન પાસે રાખી શકો છો.
સરકારનો કઈ જમીન પર હક
સરકાર અનેકવાર હાઈવે વગેરે માટે પણ તમારી ખેતી વગેરેની જમીન લઈ શકે છે. આ જમીન સરકાર તમારી પાસેથી ખરીદે છે. આ ઉપરાંત સ્થાનિક રહીશો, આદિવાસી, રેડ લાઈન ભૂમિ, જેવી અનેક પ્રકારની જમીન પર સરકારનો પોતાનો માલિકી હક હોય છે. જેના પર ફક્ત રાજ્ય સરકારોને અધિકાર હોય છે.