ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ મેનેજ કરવા માટે અહીં દર્શાવેલા ઘરેલુ ઉપાય અપનાવી શકાય છે. આ ઘરેલુ ઉપાયોની મદદથી તમે આસાનીથી બ્લડ શુગર લેવલને કાબુમાં કરી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓ હોય તેમણે આ ઉપાય અપનાવવા જોઈએ. આ દેશી નુસખાથી કોઈ આડઅસર થતી નથી. તો ચાલો જાણીએ ડાયાબિટીસના દર્દી માટે દવા જેવું કામ કરતા દેશી નુખસા કયા છે?

ડાયાબિટીસ માટે ઘરેલુ નુસખા
1. મેથી
મેથી દાણાને પાણીમાં ઉકાળી લેવા. ત્યારબાદ તે પાણીને ગાળી અને પી જવું. મેથીનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે.
2. તજ
સ્વાસ્થ્ય માટે તજ પણ લાભકારી છે. તજ એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપુર હોય છે. તજનો ઉપયોગ પણ પાણીમાં ઉકાળીને કરવો જોઈએ. તજનું પાણી ડાયાબિટીસમાં ફાયદો કરે છે.
3. લવિંગ
બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે લવિંગનું પાણી પણ ફાયદાકારક છે. લવિંગનું પાણી પીવાથી બ્લડ શુગલ લેવલ ઓછું થાય છે. સવારે ખાલી પેટ લવિંગનું પાણી પીવું જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
4. જીરું
જીરાનું પાણી પણ ડાયાબિટીસમાં લાભકારી સાબિત થાય છે. જીરું રાત્રે પાણીમાં પલાળી દેવું અને સવારે તે પાણીને ઉકાળી લેવું. ત્યારપછી પાણી હુંફાળુ ગરમ હોય ત્યારે ગાળીને પી લેવું.
5. તુલસીના પાન
ડાયાબિટીસમાં તુલસીના પાન પણ લાભ કરે છે. તુલસીના પાન બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તુલસીના પાન ચાવીને ખાઈ શકાય છે અને તેના પાનને પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી પણ ફાયદો થાય છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.