વિટામિન B12 શરીર માટે જરૂરી પોષક તત્વ છે. જે નર્વસ સિસ્ટમ અને બ્લડ સેલ્સને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેની ઉણપથી થાક, નશમાં દુખાવો અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
જો આ લક્ષણોનો સામનો કરી રહ્યા છો તો અચાનક મૂડમાં ફેરફાર, થાક, ચેતામાં દુખાવો, વધુ પડતી ઊંઘ, નિષ્ક્રિયતા, ઝણઝણાટ છે, તો સમજી લો કે તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ છે.

વિટામિન B12ની ઉણપના લક્ષણો
- ભારે થાક અને અશક્તિ
- નશમાં દુખાવો અને કળતર
- ચક્કર
- ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
- સ્કીનની પીળી અથવા ફિક્કી પડવી
- હૃદયના ધબકારા વધવા
- એનર્જીની ઉણપ
દહીં અને વિટામિન B12
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
દહીં વિટામિન B12નો સારો સ્ત્રોત છે. આ વિટામિનની ઉણપને પૂર્ણ કરવામાં મદદ કરે છે, પરંતુ પાચનતંત્રને પણ સુધારે છે. દહીંમાં બેક્ટેરિયા હોય છે જે આ વિટામિનને શરીરમાં શોષવામાં મદદ કરે છે. જો તમે કેટલીક વધારાની વસ્તુઓ ઉમેરીને દહીં ખાઓ છો, તો તેની અસર વધુ સારી થઈ શકે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.