વધારે પડતું તીખું અને તળેલું ભોજન, ફાસ્ટ ફૂડ અને અનિયમિત દિનચર્યાના કારણે પેટમાં એસિડનું લેવલ ઘણીવાર વધી જાય છે. આ સ્થિતિને એસિડિટી કહેવાય છે. એસીડીટીમાં છાતીમાં બળતરા, ખાટા ઓડકાર અને પેટમાં ભારીપણું અનુભવાય છે. એસીડીટી પાચન ક્રિયાને બગાડે છે અને તે લાઈફસ્ટાઈલ પર પણ ખરાબ અસર કરે છે.
જો તમને પણ વારંવાર એસીડીટી થતી હોય અને તમે આ સ્થિતિથી કંટાળી ગયા હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આયુર્વેદિક નિષ્ણાંતોએ એવા 5 અસરદાર દેશી નુસખા જણાવ્યા છે જે પ્રાકૃતિક રીતે પેટની બળતરાને શાંત કરીને રાહત આપે છે. આ સરળ અને પ્રભાવી ઉપાયો કયા છે જે તમારી એસિડિટી તુરંત મટાડશે ચાલો તમને જણાવીએ.

એસિડિટી મટાડવાના 5 દેશી નુસખા
1. એસિડિટીથી રાહત મેળવવી હોય તો વરીયાળી ફાયદાકારક છે. તેમાં રહેલા તત્વ પેટના એસિડને સંતુલિત કરે છે અને પાચનમાં સુધારો કરે છે.
જે લોકોને વારંવાર એસિડિટી થતી હોય તેણે જમ્યા પછી એક ચમચી વરિયાળી ધીરે ધીરે ચાવીને ખાવી જોઈએ. એસિડિટીની સમસ્યા વધારે હોય તો સવારે પાણીમાં વરીયાળી ઉકાળીને પીવાનું રાખો.
2. જો તમને વારંવાર એસિડિટી થતી હોય તો ઠંડુ દૂધ રામબાણ ઈલાજ છે. દૂધમાં રહેલું કેલ્શિયમ પેટમાં બનતા વધારાના એસિડને ન્યુટ્રીલાઈઝ કરે છે. એક ગ્લાસ ઠંડુ દૂધ ખાંડ ઉમેર્યા વિના પીવાથી એસિડિટી તુરંત શાંત થઈ જશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
3. તુલસીમાં પ્રાકૃતિક રીતે એવા તત્વો હોય છે જે એસિડિટીને ઘટાડે છે. એસિડિટી થઈ જાય તો ચારથી પાંચ તુલસીના પાન બરાબર સાફ કરીને ધીરે ધીરે ચાવીને ખાવા. તુલસીની ચા પીવાથી પણ ગેસ અને એસિડિટી મોટી શકે છે.
4. ગોળમાં મેગ્નેશિયમ હોય છે જે પાચનને સુધારે છે. જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેણે જમ્યા પછી એક ગોળનો નાનો ટુકડો ખાવો જોઈએ. તેનાથી પેટમાં ઠંડક પહોંચે છે અને એસિડનું સ્તર સામાન્ય થઈ જાય છે.
5. વિટામીન સીથી ભરપૂર આમળા પેટની અમ્લતાને ઘટાડે છે. રોજ ખાલી પેટ એક ચમચી આમળાનો પાવડર અથવા તો આમળાનો જ્યુસ પાણી સાથે લેવાથી એસિડિટીની સમસ્યા દૂર થઈ શકે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.