શું તમારા ઘરમાં પણ ઉંદરોનો ત્રાસ વધી ગયો છે? કોઈ દવાની જરૂર નથી, આ વસ્તુ મૂકવાથી ઉંદરોથી મળશે રાહત…

WhatsApp Group Join Now

ઘરમાં જ્યાં ત્યાં કૂદતા ઉંદરો આપણને પરેશાન કરવાની સાથે નુકસાન પણ પહોંચાડે છે. કેટલીકવાર તેઓ કપડાં કોતરી નાખે છે અને કેટલીકવાર ભોજનની આસપાસ આવી જાય છે.

કોઈ પણ વ્યક્તિને પસંદ નથી હોતું કે તેના ઘરમાં ઉંદરો રહે. પરંતુ આપણા ન ઇચ્છવા છતાં પણ ઉંદરો ઘરમાં ઘૂસી જાય છે. જે કેબલ્સ, કપડાં અને જરૂરી કાગળોને નુકસાન પહોંચાડવાની સાથે અનેક બીમારીઓ પણ ફેલાવે છે.

કેટલાક લોકો ઉંદરોને પકડવા માટે પાંજરા ગોઠવે છે અને જાળ પણ બિછાવે છે. પરંતુ આ ઉપાયો કોઈ જ કામ કરતા નથી. ઉંદરોને ભગાડવા માટે લોટની ગોળી પણ ખૂબ જ ઉપયોગી છે.

ઘણી સ્ત્રીઓ આ ટ્રિકનો ઉપયોગ કરતી હોય છે. જ્યારે કેટલાક લોકો આ જૂની યુક્તિથી વાકેફ નથી. તો ચાલો જાણીએ કેવી રીતે તૈયારી કરી શકાય છે આ ગોળીઓ.

પહેલી ટ્રિક માટે જરૂરી સામગ્રી

  • બાંધેલો લોટ
  • તમાલપત્ર
  • ચા
  • બેકિંગ સોડા
  • ડિટર્જન્ટ પાઉડર
કેવી રીતે તૈયાર કરવી ગોળી?

સૌ પ્રથમ નોર્મલ રીતે ઘઉંનો લોટ બાંધી લો. હવે એક વાટકામાં તમાલપત્ર, ચા પત્તી, બેકિંગ સોડા અને ડિટર્જન્ટ પાઉડર નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણને તમારે સ્ટફિંગની જેમ ઉપયોગ કરવાનો રહેશે.

બાંધેલા લોટના લૂવા બનાવીને તેની વચ્ચે આ મિશ્રણ નાખો. આ રીતે તમારે નાની નાની ગોળી બનાવીને ઘરમાં જ્યાં ઉંદરડાઓની અવરજવર રહે છે ત્યાં રાખવાની છે. તીવ્ર ગંધના કારણે ઉંદરડાઓ ઘરમાં નહીં ઘૂસે.

બીજી ટ્રિક માટે સામગ્રી

  • લોટના લૂવા
  • તંબાકુ
  • લાલ મરચું
  • દેશી ઘી
કેવી રીતે તૈયાર કરવી ગોળી?

બીજી ટ્રિકને પણ પહેલાની જેમ જ ઉપયોગમાં લેવાની છે. અહીં માત્ર સ્ટફિંગ બદલી જશે. તંબાકુ, લાલ મરચું અને દેશી ઘી મિક્સ કરીને સ્ટફિંગને લૂવાની વચ્ચે ભરીને બોલ્સ બનાવવા.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ લૂવાઓને તમે ઘરના અલગ અલગ ખૂણામાં રાખી શકો છો. દેશી ઘીની સુગંધથી ઉંદરડાઓ લોટ તરફ આકર્ષિત થશે અને તંબાકુ એક નશીલો પદાર્થ છે, જેને ખાધા પછી તે ઘરથી દૂર ચાલ્યા જાય છે.

આ વસ્તુ પણ આવશે કામ

લૂવામાં તીવ્ર સુગંધવાળી વસ્તુઓનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે. તેથી, લાલ મરચું, તંબાકુ, તમાલપત્ર સિવાય, તમે ઉંદરોને ભગાડવા માટે લસણ, પિપરમિન્ટ અથવા નીલગિરીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. બધી વસ્તુઓને લોટના બોલમાં રાખવાની રહેશે. આ સિવાય ઉંદરોને ભગાડવાની જાપાનીઝ પદ્ધતિ પણ અસરકારક માનવામાં આવે છે.

આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment