× Special Offer View Offer

Beer Recipe: ઘરે બેઠાં બીયર કેવી રીતે બનાવવી? આ રીત તમે નહીં જાણતા હોવ, અહીં જાણો A ટુ Z તમામ માહિતી…

WhatsApp Group Join Now

ઘરે બીયર બનાવવામાં થોડો સમય અને ધીરજ લાગે છે, પરંતુ તે એક રોમાંચક અનુભવ પણ છે. અહીં એક સરળ રેસીપી છે, જેના થકી તમે ઘરે બીયર બનાવી શકો છો.

કોઈ પણ વસ્તુ બનાવવા સૌથી પહેલી વસ્તુ સામગ્રીની જરૂરિયાત હોય છે. બીયર માટે 2 કિલો જવ માલ્ટ, 20 ગ્રામ હોપ્સ, 1.5 કિલો ખાંડ, 10 ગ્રામ યીસ્ટ, 10 લિટર પાણી

આ સિવાય અન્ય વસ્તુઓની વાત કરવામાં આવે તો મોટો સ્ટેનલેસ સ્ટીલનું વાસણ, થર્મોમીટર, એરલોક સાથે આથો લાવવાનો કન્ટેનર, કાચ અથવા પ્લાસ્ટિકની બિયર બોટલો.

બીયર બનાવવાની પદ્ધતિ પર નજર કરવામાં આવે તો. માલ્ટ પકવવા માટે પાણીને 70°C સુધી ગરમ કરો અને તેમાં માલ્ટ ઉમેરો. ખાંડ બહાર આવે તે માટે તેને ધીમા તાપે 1 કલાક ઉકળવા દો.

માલ્ટ પકવ્યા પછી, તેમાં હોપ્સ ઉમેરો અને 30 મિનિટ સુધી ઉકળવા દો. તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. આ બાદ આથો લાવવાની તૈયારી કરો. ઠંડુ કરેલું મિશ્રણ ફરમેન્ટેનશન પાત્રમાં રેડો. બાદમાં ખાંડ અને યીસ્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. બાદમાં કન્ટેનરને એરલોકથી બંધ કરો.

કન્ટેનરને 7-10 દિવસ માટે ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રાખો. યીસ્ટના કારણે પરપોટા બનશે, જે પ્રક્રિયાનો એક ભાગ છે. બાદમાં જ્યારે પરપોટા બંધ થઈ જાય, ત્યારે ધીમે ધીમે બિયરને બોટલોમાં રેડો. કાર્બોનેશન થવા દેવા માટે બોટલોને 7 દિવસ સુધી રાખો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

તમારી ઘરે બનાવેલી બીયર હવે તૈયાર છે! તેને ફ્રીજમાં ઠંડી કરી તેનો આનંદ માણી શકો છો. પરંતુ બીયર બનાવ્યા પહેલા બધા સાધનો સંપૂર્ણપણે સાફ અને સેનિટાઇઝ કરેલા હોવા જોઈએ. યોગ્ય તાપમાન અને સમય ધ્યાનમાં રાખો.

નોંધ: દારૂનું વધુ માત્રામાં સેવન કરવું નુકસાન કારક છે. આ રેસીપી ફક્ત આપની જાણકારી માટે છે. કેટલાક રાજ્યોમાં દારૂ બનાવવો કે વેચવો અથવા પીવો પ્રતિબંધિત છે. તેથી સૌ પ્રથમ, તમારા દેશમાં કે રાજ્યમાં વાઇન ઉત્પાદનના નિયમો વિશે જાણો. નહિતર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment