ફૂલ-છોડ વારંવાર સુકાય જાય છે અને પાન પણ પીળા પડી જાય છે તો અપનાવો આ ટ્રિક્સથી ફરીથી હર્યાભર્યા થઇ જશે!

WhatsApp Group Join Now

આજકાલ લોકો પોતાના ઘરમાં સુંદર ફૂલ-છોડ અને કિચન ગાર્ડન બનાવતા હોય છે. જે લોકોને ઘરમાં બગીચા માટે જગ્યા ન હોય તો, તેઓ બાલ્કની અને ટેરેસ ગાર્ડન બનાવતા હોય છે.

છોડ સારી રીતે વધે અને સુકાય નહીં તે માટે લોકો નર્સરી અથવા બજારમાં મળતી ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદે છે. પરંતુ ઘણી વખત યોગ્ય દેખભાળ પછી પણ છોડ સુકાઈ જાય છે અથવા ફૂલ અને ફળ નથી આવતા.

આ સ્થિતિમાં, ફૂલ-છોડને એક્સ્ટ્રા કેરની જરૂર પડતી હોય છે. જો તમારા ફૂલ -છોડમાં પણ આ સમસ્યા આવતી હોય તો, તમારે ઘરે બનાવેલા આ નેચરલ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી છોડ એકદમ સરસ અને લીલા રહેશે.

તમારા છોડને એકદમ લીલા અને હર્યાભર્યા રાખવા માટે સરસવના ખોળનો ઉપયોગ કરી શકો છો. સરસવનો ખોળ તે અવશેષ છે જે સરસવના તેલને ગાળ્યા પછી બચે છે. તેમાં પ્રોટીન, ફાઇબર અને અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, જે છોડ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ખાતર તરીકે ઉપયોગમાં લેવા માટે બેસ્ટ છે. કારણ કે તેમાં જૈવિક સામગ્રી હોય છે, જે માટીની ફળદ્રુપતા વધારે છે.

ખોળ માટીમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો પૂરા પાડે છે. આ માટીના પોષક તત્વોની કમી દૂર કરવામાં મદદ કરે છે, જેના કારણે છોડની વૃદ્ધિ સારી થાય છે. આ ઉપરાંત, તે માટીની રચનાને સુધારવામાં પણ મદદરૂપ છે.

ખાતર સાથે સરસવની ખલી નાખવાની રીત

પહેલા સરસવના ખોળને સારી રીતે તડકામાં સુકવી લો. હવે તેને ગ્રાઇન્ડર અથવા ખાંડીને તેનો પાઉડર બનાવી લો. હવે આ પાઉડરને પાણીમાં નાખી સારી રીતે મિક્સ કરી 2 દિવસ માટે મૂકી દો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

2-3 કિલો સરસવની ખોળ પ્રતિ 100 ચોરસ મીટર પ્રમાણે ઉપયોગ કરી શકો છો. હવે આ મિશ્રણને છોડની મૂળ પાસે માટીમાં સારી રીતે મિક્સ કરી દો. ખાતરી કરો કે તેને હળવેથી દબાવીને માટીમાં મિક્સ કરી શકો છો.

સરસવના ખોળના ફાયદા

સરસવના ખોળનો ઉપયોગ કરીને તમે માટીમાં જરૂરી પોષક તત્વોની કમી પૂરી કરી શકો છો, જેના કારણે છોડની સ્વસ્થ વૃદ્ધિ થાય છે. સાથે જ ખોળ માટીમાં ભેજ જાળવવામાં મદદ કરે છે, જે છોડ માટે ફાયદાકારક છે. જેના કારણે તમને વારંવાર છોડમાં પાણી નાખવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત, આ સંપૂર્ણ રીતે કુદરતી ખાતર છે, જે છોડ માટે સુરક્ષિત છે.

WhatsApp Group Join Now

Leave a Comment