મોબાઈલ ફોને દુનિયાના દરેક ખૂણા સુધી આપણી પહોંચ સરળ બનાવી દીધી છે. આપણે ગુગલ પર કંઈક ટાઇપ કરીએ છીએ અને બધી માહિતી આપણને તરત જ ઉપલબ્ધ થઈ જાય છે. જોકે, આ સરળ ઍક્સેસનો ઉપયોગ હવે ‘પોર્નોગ્રાફી’ માટે વધુ થઈ રહ્યો છે.
નિષ્ણાતોના મતે યુવા પેઢી પોર્નોગ્રાફી પ્રત્યે વધુ સંવેદનશીલ છે અને આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં લોકો પોર્નોગ્રાફીના એટલા વ્યસની થઈ ગયા છે કે તે તેમના સ્વાસ્થ્યને અસર કરી રહ્યા છે.

ભારતમાં પોર્નોગ્રાફી જોવી એ ગુનો નથી, પરંતુ જો તમે ભૂલથી પણ બાળ પોર્નોગ્રાફી સંબંધિત વીડિયો જોશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
ભારતમાં બાળ પોર્નોગ્રાફી જોવી, ડાઉનલોડ કરવી અને બનાવવી એ ગુનો છે અને તેના માટે કડક સજાની જોગવાઈ છે. જો તમે તમારા ઘરમાં પણ આવી સામગ્રી સર્ચ તો પોલીસ તમારી સામે કાર્યવાહી કરી શકે છે.
ભારતમાં બાળ પોર્નોગ્રાફી જોવા, ડાઉનલોડ કરવા અને પ્રસારિત કરવા બદલ POCSO એક્ટ અને IT એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની કલમ 67 હેઠળ, આમ કરવાથી 3 થી 5 વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ વ્યક્તિ પોતાની અંગત પસંદગી માટે આવી સામગ્રી જોઈ રહ્યો હોય અથવા ડાઉનલોડ કરી રહ્યો હોય, તો પણ તે ગુનાની શ્રેણીમાં આવશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સુપ્રીમ કોર્ટે બાળ પોર્નોગ્રાફી શબ્દ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને કેન્દ્ર સરકાર અને અદાલતોને તેના બદલે ‘બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રી’ શબ્દનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો હતો.