તમે પણ તમારી પત્નીને ઘર ખર્ચ માટે કેશમાં આપો છો પૈસા, તો જાણી લો આ નિયમ, બાકી ભરવો પડશે ટેક્સ…

WhatsApp Group Join Now

ભારતીય સમાજ અને ખાસ કરીને મિડલ ક્લાસ પરિવારમાં સામાન્ય રીતે પતિ પોતાની પત્નીને ઘરના ખર્ચ અને બીજી વસ્તુ માટે દર મહિને કેટલાક રૂપિયા આપે છે.

આ રકમ પત્નીને રોકડ કે બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જો તમે પણ તમારી પત્નીને રોકડ આપો છો. જો તે આ પૈસાનો ઉપયોગ કોઈ રોકાણમાં કરે છે તો તેનાથી થનારી આવક પર ટેક્સ આપવો જરૂરી હોય છે.

આવો જાણીએ પતિ પોતાની પત્નીને મેક્સિમમ કેટલા રૂપિયા કેશ આપી શકે છે? બેંક ટ્રાન્સફરની લિમિટ કેટલી છે? ટેક્સ ચુકવવાના નિયમ કયા-કયા છે.

ભારતીય આવકવેરા કાયદા (Income Tax Act) અનુસાર, પતિ તેની પત્નીને રોકડ અથવા અન્ય સ્વરૂપે પૈસા આપી શકે છે, પરંતુ આવકવેરાની કલમ 269SS અને 269Tની જોગવાઈઓનું પાલન કરવું ફરજિયાત છે.

ઘરનો ખર્ચ અથવા ભેટ

જો પતિ તેની પત્નીને ઘરના કે અંગત ખર્ચ માટે રોકડ આપે છે, તો તેના પર આવકવેરાની નોટિસ આવતી નથી. આ રકમ માત્ર પતિની આવક ગણવામાં આવે છે. પત્ની પર કોઈ કરની જવાબદારી નથી.

રોકડ વ્યવહારો કઈ મર્યાદા સુધી કરી શકાય છે?

આવકવેરાની કલમ 269SS અને 269T ની જોગવાઈઓ હેઠળ, પતિ અને પત્ની વચ્ચે રોકડ વ્યવહારો પર અમુક મર્યાદાઓ નિર્ધારિત છે. 20,000 થી વધુની રોકડ એકસાથે આપી શકાતી નથી.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જ્યારે, કલમ 269T હેઠળ જો તમે 20,000 રૂપિયાથી વધુની રોકડ આપવા અથવા પરત કરવા માંગો છો, તો તે ફક્ત બેંકિંગ ચેનલો જેમ કે ચેક, NEFT, RTGS મોડ દ્વારા કરવાનું રહેશે.

ઈન્વેસ્ટમેન્ટ માટે કેશ આપવા પર

જો પત્ની તેના પતિ દ્વારા આપવામાં આવેલ પૈસા રોકાણ માટે વાપરે છે. જો તે આમાંથી આવક મેળવે છે, તો પત્નીએ આ આવક પર ટેક્સ ચૂકવવો પડશે. પત્નીએ આ આવક ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)માં દર્શાવવી પડશે. જો તેને “ક્લબિંગ ઓફ ઈન્કમ” હેઠળ પતિની આવકમાં ઉમેરવામાં આવે તો જવાબદારી વધી શકે છે.

ભાડાની આવક

જો પત્નીને આપેલા પૈસાનો ઉપયોગ ભાડાની મિલકત ખરીદવામાં થતો હતો. તેને દર મહિને ભાડું પણ મળી રહ્યું છે, તેથી આ ભાડું પત્નીની આવક ગણાશે. આના પર ટેક્સ ભરવો પડશે.

નોટિસ આવવાની સંભાવના?

જો આવકવેરા વિભાગને તે ખબર પડે છે કે પતિએ પત્નીને આપેલી રકમનો ઉપયોગ ટેક્સ બચાવવા માટે કર્યો છે, કે કે પૈસાથી મળેલી આવકનો ખુલાસો કર્યો નથી તો વિભાગ નોટિસ ફટકારી શકે છે.

શું હોય છે પેનલ્ટીની જોગવાઈ?

જો કોઈ 20,000 રૂપિયાથી વધુ કેશમાં લેતીદેતી કરે છે અને તે પતિ-પત્નીના સંબંધમાં નથી તો આવકવેરા વિભાગ પેનલ્ટી તરીકે આટલી રકમ દંડના રૂપમાં વસૂલ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આ જોગવાઈનો ભંગ કરે છે તો તેના પર કલમ 271D હેઠળ દંડ વસૂલ કરવામાં આવશે.

કોને મળે છે છૂટ?

પતિ-પત્ની, માતા-પિતા અને બાળકો, ભાઈ-બહેન વચ્ચે થયેલી કેશ લેતી-દેતી પર કોઈ પેનલ્ટી લગાવવામાં આવતી નથી.

WhatsApp Group Join Now

Leave a Comment