જો તમને રાત્રે મોડે સુધી જાગવાની આદત છે અને વિચારો છો કે તેનાથી કોઈ નુકસાન નથી, તો તમારે તમારી આદત બદલવાની જરૂર છે. તાજેતરમાં થયેલા એક મોટા રિસર્ચમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. 70,000થી વધુ લોકો પર 8 વર્ષ સુધી કરવામાં આવેલ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, 1 વાગ્યા પછી સૂવાથી માનસિક અને વ્યવહારિક સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
આ રિસર્ચ Psychiatry Research જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં સ્ટેનફોર્ડ મેડિસિનના સંશોધકોએ 75,000 પુખ્ત વયના લોકોની ઊંઘની આદતોનું વિશ્લેષણ કર્યું હતું. આ રિસર્ચમાં તેમને જાણવા મળ્યું કે, જે લોકો મોડી રાત સુધી જાગતા રહે છે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

સંશોધકોએ આ રિસર્ચમાં ભાગ લેનારા લોકોની ઊંઘની પ્રાયોરિટી અને તેમની વાસ્તવિક ઊંઘની આદતોની સરખામણી કરી. પરિણામોએ સ્પષ્ટ થયું કે કોઈ વ્યક્તિ સવારે વહેલા ઊઠે કે મોડી રાત સુધી જાગે, જો તે 1 વાગ્યા પછી સૂઈ છે,તો તેમની મેન્ટલ હેલ્થ પ્રભાવિત થાય છે.
મોડી રાત્રે સૂવાથી વધી શકે છે માનસિક બીમારીઓનો ખતરો
રિસર્ચ મુજબ મોડી રાત્રે ઊંઘનારામાં ડિપ્રેશન અને એન્ગ્ઝાયટી જેવી માનસિક બીમારીઓનો ખતરો વધારે હોય છે. સ્ટડીના સિનિયક લેખક અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જેમી જાઈટજરનું કહેવું છે કે, સૌથી વધારે નુકસાન મોડી રાત સુધી જાગનારા લોકોને હોય છે.
રાત્રીના સમયે લોકો ઘણી વખત ખરાબ નિર્ણય લે છે, જેની અસર તેમની માનસિક સ્થિતિ પર પડે છે. સંશોધન મુજબ મોડી રાત સુધી જાગનારામાં આત્મહત્યાના વિચારો, હિંસક ગુનાઓ, આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન અને અતિશય આહાર (Overeating) જેવી આદતો વધુ જોવા મળે છે.
કેવી રીતે કેળવવી વહેલા સૂવાની આદત?
જો તમે ઈચ્છો છો કે તમને ઊંઘ સારી આવે અને તમારા માનસિક સ્વાસ્થ્ય પર કોઈ અસર ન થાય તો રાત્રે 1 વાગ્યા પછી જાગવાની આદત છોડી દો. આ માટે આ સરળ પદ્ધતિઓ અપનાવો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
- દરરોજ એક નિશ્ચિત સમયે સૂવું અને જાગવું, ભલે જ રજાનો દિવસ કેમ ન હોય.
- સૂવાના 1 કલાક પહેલા મોબાઈલ, ટીવી અને લેપટોપથી દૂર રહો.
- સૂતા પહેલા હળવું મ્યૂઝિક સાંભળો, પુસ્તક વાંચો અથવા ધ્યાન કરો.
- કેફીન અને ભારે ભોજનથી બચ્ચો, ખાસ કરીને રાત્રે.
- સવારે સૂર્યપ્રકાશ મેળવો, તે તમારી બોડી ક્લોકને ઠીક કરવામાં મદદ કરશે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.