પાણી પીવું સારું એમ માનીને જરૂર કરતાં વધારે પાણી પીશો તો થઈ જશો હેરાન, પાણી પણ કરે આ ગંભીર નુકસાન…

WhatsApp Group Join Now

પાણી છે તો જીવન છે. પરંતુ પાણી પણ શરીર માટે નુકસાનકારક બની શકે છે. હેલ્ધી રહેવા માટે રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ જો તેનાથી વધારે પાણી પીવામાં આવે તો તબિયત ખરાબ પણ થઈ શકે છે. વધારે પાણી પીવામાં આવે તો શરીર કેટલાક સંકેત પણ આપે છે.

શરીર હાઈડ્રેટેડ રહે તે માટે પાણી પીવું જરૂરી છે. પરંતુ શરીરની જરૂરીયાત કરતાં વધારે પાણી પીવું શરીર માટે નુકસાનકારક છે. જો વધારે પાણી પીવામાં આવે તો શરીરમાં જરૂરી ઈલેક્ટ્રોલાઈટ્સની ઊણપ સર્જાય જાય છે.

વધારે પાણી પીવાથી થતા નુકસાન

– જરૂર કરતાં વધારે પાણી પીવું શરીર માટે ગંભીર સમસ્યા બની શકે છે. વધારે પાણી પીવાથી શરીરના જરૂરી ઈલેક્ટ્રોલાઈટ્સ ઘટવા લાગે છે. વધારે પાણી પીવાથી હાઈપોનેટ્રેમિયાની સ્થિતિ સર્જાય છે જે રક્તમાં સોડિયમનું સ્તર ઘટાડી શકે છે.

– સોડિયમ એક મહત્વપૂર્ણ ઈલેક્ટ્રોલાઈટ છે જે શરીરના ટ્રાફિક ગાર્ડની ભૂમિકા ભજવે છે. તેની મદદથી જ શરીરમાં પાણી વિતરિત થાય છે. પરંતુ આ સિસ્ટમ ખરાબ થઈ શકે છે જ્યારે જરૂર કરતાં વધુ પાણી પી લેવામાં આવે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

– વધારે પાણી પીવાથી પેશાબનો રંગ એકદમ સાફ દેખાવા લાગે છે. આ સિવાય દિવસમાં 6 થી 8 વખત વોશરુમ જવું પડે છે. આવું થાય તો તેનો વોર્નિંગ સાઈન સમજો.

– વધારે પાણી પીવાથી પેટ ફુલેલું રહે છે અને ઉલટીઓ થાય છે. આ સિવાય માથાનો દુખાવો પણ થઈ શકે છે. કારણ કે શરીરમાંથી સોડિયમ ઓછું થઈ જાય છે. આ સમસ્યા ન થાય તે માટે જરૂરી છે કે મર્યાદિત માત્રામાં પાણી પીવામાં આવે.

WhatsApp Group Join Now

Leave a Comment