આજનાં યુગમાં જ્યાં લોકો ફોન બદલવાની સાથે મોબાઈલ નંબર બદલતાં રહે છે ત્યાં કેટલાક લોકો એવા પણ હોય છે જે વર્ષો સુધી એક જ નંબરનો ઉપયોગ કરતા હોય છે. શું મોબાઇલ નંબર વ્યક્તિના વ્યક્તિત્વ વિશે કંઇક કહી શકે છે ?
સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ રહેલી એક નાનકડી વિડિયો ક્લીપ આ સવાલને ખૂબ જ રસપ્રદ રીતે જણાવે છે. 31 સેકન્ડનો આ વીડિયો સમજાવે છે કે જો તમે છેલ્લાં 5 વર્ષથી એક જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો પછી તમે કેવાં પ્રકારની વ્યક્તિ છો?

વીડિયો જોઈને લોકો પોતાને તેમાં ફિટ સમજી રહ્યાં છે અને સોશિયલ મીડિયા પર પણ પોતાનાં મંતવ્યો આપી રહ્યાં છે.
અહીં તમારા વિશેની 5 રસપ્રદ હકીકતો આપવામાં આવી છે.
આ વીડિયો 31 સેકન્ડનો છે અને તેને એક કારની અંદરથી શૂટ કરવામાં આવ્યો હતો. તે સીધો રસ્તો અને ટ્રાફિક બતાવે છે. સાથે જ વીડિયો પર લખ્યું છે કે 5 વર્ષથી મોબાઈલ નંબર એક જ છે તો જાણો તમારા વિશે 5 હકીકતો.
બેકગ્રાઉન્ડમાં એક અવાજ છે – હું તમને એક રમૂજી વાત કહું છું… જો તમે 5 વર્ષથી એક જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તે તમારા વિશે 5 વાતો જણાવી શકે છે
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
1. તમારી સામે કોઈ કોર્ટ કે પોલીસ કેસ નથી.
2. તમે શરીફ અને તમારા જીવનસાથી સાથે પ્રમાણિક છો.
3. તમારી પાસે કોઈ દેવું કે ઉધાર નથી.
4. તમે કોઈ તોફાની નથી અને સમાજમાં તમારા વ્યવહારો સાચા છે.
5. તમે એક જવાબદાર અને ભરોસાપાત્ર વ્યક્તિ છો.
આ વીડિયોને સોશિયલ મીડિયા X પર 20 એપ્રિલનાં રોજ @aksh_44 નામના હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને લગભગ 1,80,000 થી વધુ વ્યૂઝ અને 37,000 લાઇક્સ મળી ચૂકી છે. વળી, સેંકડો યૂઝર્સે જવાબ આપ્યો છે અને જણાવ્યું છે કે તેઓ કેટલા વર્ષોથી એક જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યાં છે.