આપણા વડીલો પહેલા એવું કહેતા હતા કે ઘરમાં સોનું તો રાખવું જ જોઇએ કારણ કે જ્યારે અચાનક પૈસાની જરૂર પડે છે ત્યારે સાચવેલું સોનું જ કામ આવે છે.
આ વાત ખાલી પરિવારને જ નહીં દેશોને પણ લાગુ પડે છે. કારણ કે વિશ્વમાં જ્યારે પણ રાજકીય કે આર્થિક સંકટ આવે છે. તે સમયે કેન્દ્રીય બેંકો સોનાનો સંગ્રહ કરતા હોય છે. તે જ પ્રકારે સોનું રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
તમને જણાવી દઇએ કે સોનાએ છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તમ વળતર આપ્યું છે અને હાલમાં દેશમાં સોનાની સ્થાનિક વાયદાની કિંમત 75,585 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
જો કે સોનામાં રોકમ પર પણ ટેક્સ લાગતા હોય છે. તો ચલો તેના વિશે વિગતવાર તમને જણાવીશું
ડિજિટલ સોના પર ટેક્સ
ફિઝિકલ ગોલ્ડ અને ડિજિટલ ગોલ્ડ બંને પર એક જ રીતે ટેક્સ લાગતા હોય છે. જો તેને ખરીદીના 3 વર્ષ પછી પણ તમે વેચી રહ્યા છો તો તેના પર 20% + 8% સેસ પર લાંબા ગાળાના મૂડી લાભ કર લાગે છે.
જો કે ખરીદીના 3 વર્ષની અંદર વેયાય જતા હોય છે, જેથી નફો તમારી આવકમાં ઉમેરવામાં આવશે અને સ્લેબ મુજબ ટેક્સ વસૂલવામાં આવશે. ગોલ્ડ ETFs પરની આવક પર રોકાણકારના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો તમે સોવરિન ગોલ્ડ બોન્ડને ખરીદ્યાના 3 વર્ષની અંદર સેકન્ડરી માર્કેટમાં વેચો છો, તો તેના પર તમારા સ્લેબ રેટ પ્રમાણે ટેક્સ લાગતા હોય છે.
પરંતું જો તમે ત્રણ વર્ષ સુધી હોલ્ડિંગ કર્યા પછી વેચો છો, તો તે ઇન્ડેક્સેશન પછી 20 ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાવે છે. તે જ સમયે તેને પાકતી મુદત સુધી રાખો છો, તો તેના પર કોઈ ટેક્સ લાગતો નથી.
આ બોન્ડ્સની પાકતી મુદત 8 વર્ષ છે અને 5 વર્ષ પછી, પ્રારંભિક રિડેમ્પશનનો વિકલ્પ હોય છે. આ બોન્ડ્સ પર મેળવેલી 2.5 ટકા વાર્ષિક આવક પર રોકાણકારના સ્લેબ મુજબ ટેક્સ લાગે છે.